Hiring in India: છટનીનો આ માહોલ કેટલાયે લોકોની મુશ્કેલીઓને વધારી રહ્યો છે. જેમાં ફ્રેશર્સ હોય કે સીનિયર્સ બધા છટનીનો માર સહન કરી રહ્યાં છે. સાથે નોકરીની શોધખોળ કરી રહેલા કોલેજ પાસ-આઉટ માટે તો આ સમય અનિશ્વિતતતાથી ભરેલો છે. વિવિધ ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાંથી હજારો લોકોને ઘરભેગા કરી દેવાયા છે. જો કે, આ ગંભીર સ્થિતિ છતાં ઘણી કંપનીઓ હજુ પણ ભારતમાં ભારતીયોને નોકરી ઓફર કરી રહી છે. જોબ ઑફરમાં  આઈટી સેક્ટર સૌથી આગળ છે. જૉબ પોર્ટલ Naukri.comની ફેબ્રુઆરી 2023 જૉબસ્પીક રિપોર્ટ્સ, અનુસાર ભારતમાં નોકરીના બહાલી કેસમાં છેલ્લા મહિનાઓ કે વર્ષ 2023 કે ફેબ્રુઆરીમાં 9 ટકાનો વધારો થયો છે. આવો જાણીએ એ 5 કંપનીઓ વિશે જેઓ હાયરીંગ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Price Waterhouse Coopers : ભારતમાં  વિસ્તરણ માટે એકાઉંટીંગ અને કન્સલ્ટેંસી ફૉર્મ પ્રાઈસ વૉટરહાઉસ કૂપર્સ ઈન્ડિયા (Price Waterhouse Coopers) આગામી પાંચ વર્ષોમાં 30,000 લોકોને નિમણૂક કરવાની યોજના ધરાવે છે. કંપનીના હિસાબે દેશમાં  80,000 લોકોની તેની જરૂરિયાત છે. હાલમાં આ કંપની પાસે 50,00 થી વધુ કર્મચારીઓ છે. ગત વર્ષ પીડબલ્યુસીને ભુવનેશ્વર, જયપુર અને નોએડામાં ત્રણ ઓફિસ ખોલી છે. કંપની ભારતમાં એસોસિયેટસના વિવિધ સ્તરો પર ભરતી કરે છે.

આ પણ વાંચો: ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!


Infosys
પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડિન કહે છે કે ઇન્ફોસિસ (Infosys)માં 4,263 નોકરીઓ છે. મુખ્ય જગ્યાઓમાં એન્જિનિયરિંગ – સોફ્ટવેર અને ક્યુએ શ્રેણી, કન્સલ્ટિંગ અને પ્રોજેક્ટ અને પ્રોગ્રામ મેનેજમેન્ટ સામેલ છે. વધુમાં એન્જિનિયરિંગ – હાર્ડવેર અને નેટવર્ક અને આઈટી અને ઈન્ફાર્મેશન સિક્યુરિટીમાં પણ હાયરીંગ ચાલી રહી છે.


Air India
ઝડપી વિસ્તારની યોજનાઓ અને આગળ વધતા હ્યુમન રિસોર્સની માંગ પૂર્ણ કરવા માટે એર ઈન્ડિયા (Air India) દ્વારા આ વર્ષે 900 થી વધુ નવા પાયલટ અને 4,000 થી વધુ કેબીન ક્રુની નિમણૂક કરવાની આશા છે. કંપની વધુમાં વધુ એન્જિનિયરો અને પાઈલટને નિયુક્ત કરવા માટે વિચાર કરી રહી છે.


આ પણ વાંચો:  એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો:  Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો:  વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી


TCS
એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટાટા કન્સલ્ટેંસી સર્વિસ (TCS) કે હ્યુમન રિસોર્સ પ્રમુખ મિલિંદ લક્કડએ જણાવ્યું હતું કે કંપની તેની લેટરલ હાયરિંગ રોકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે કંપની ચોથા કવાર્ટરમાં નવી ભરતી કરી શકે છે. 


Wipro
લિંક્ડિન કહે છે કે વિપ્રો (Wipro) પાસે ભારતની 3,292 નોકરીઓ છે. સૌથી વધુ માંગ કન્ટેન્ટ રિવ્યૂઅરથી લઈને માર્કેટ લીડ સુધીની છે.


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:
 સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube