ખુશખબરી: ડોક્યૂમેન્ટ્સ નહી હોય તો પણ ફાટશે નહી મેમો! સરકારે જાહેર કર્યો પરિપત્ર
વાહન ચાલકો (drivers) માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે ગાડીના કાગળીયા નથી તો પણ તમે ચલણ (મેમો) ટ્રાફિક ચલણથી બચી શકો છો. સરકારે તેને લઇને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. તમને જણાવી દઇએ કે નવા મોટર વ્હીકલ એક્ટ ( motor vehicle act) હેઠળ બધા પ્રકારના દંડ લગભગ બમણા કરી દીધા છે.
નવી દિલ્હી: વાહન ચાલકો (drivers) માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે ગાડીના કાગળીયા નથી તો પણ તમે ચલણ (મેમો) ટ્રાફિક ચલણથી બચી શકો છો. સરકારે તેને લઇને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. તમને જણાવી દઇએ કે નવા મોટર વ્હીકલ એક્ટ ( motor vehicle act) હેઠળ બધા પ્રકારના દંડ લગભગ બમણા કરી દીધા છે.
સરકારના આ નવા સર્કુલર અનુસાર જો તમારી પાસે વાહન બધા કાગળ (ડોક્યૂમેન્ટ) મોબાઇલ એપ્પ mparivahan અથવા ડિજિલોકરમાં છે અને મોબાઇલ ફોન તમારી પાસે નથી. તો પણ ટ્રાફિક પોલીસ (Traffic police) તમને મેમો આપી શકશે નહી.
માર્ગ પરિવહન મંત્રાલયના તાજેતરના પરિપત્ર અનુસાર, મોબાઇલ ફોન પાસે ન હોય તો ટ્રાફિક પોલીસ પોતાના ડિવાઇસ અથવા મોબાઇલ દ્વારા તમારી ગાડીના કાગળીયા પોતાના mparivahan અથવા ડિજિલોકર એપ પર ચેક કરી શકે છે. માર્ગ પરિવહન મંત્રાલય આ નિર્ણય દ્વારા સતત મળી રહેલી આવી ફરિયાદોને અટકાવવા માંગે છે.