Google મેપના ચક્કરમાં મોતનો ભેટો થયો, ખોટા રસ્તે જતા કાર નદીમાં ખાબકી, 2 ડોક્ટરના મોત
Doctors Death In Kerala: કેરળના કોચ્ચિ પાસે ગોથુરુથમાં એક કાર પેરિયાર નદીમાં ખાબકી ગઈ. શનિવારે મોડી રાતે આ દુર્ઘટના ઘટી. આ અકસ્માતમાં કારમાં સવાર બે ડોક્ટરના દર્દનાક મોત થયા. ડોક્ટર અદ્વૈત અને ડોક્ટર અજમલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કાર્યરત હતા. શનિવારે મોડી રાતે લગભગ સાડા બાર વાગે આ દુર્ઘટના ઘટી.
Doctors Death In Kerala: કેરળના કોચ્ચિ પાસે ગોથુરુથમાં એક કાર પેરિયાર નદીમાં ખાબકી ગઈ. શનિવારે મોડી રાતે આ દુર્ઘટના ઘટી. આ અકસ્માતમાં કારમાં સવાર બે ડોક્ટરના દર્દનાક મોત થયા. ડોક્ટર અદ્વૈત અને ડોક્ટર અજમલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કાર્યરત હતા. શનિવારે મોડી રાતે લગભગ સાડા બાર વાગે આ દુર્ઘટના ઘટી. આ અકસ્માતમાં બે ડોક્ટરના મોત થઈ ગયા. પોલીસે જણાવ્યું કે આ ડોક્ટરોની સાથે મુસાફરી કરી રહેલા 3 અન્ય લોકો પણ દુર્ઘટનામાં ઘાયલ થયા. ઘાયલોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
કેવી રીતે થયો અકસ્માત?
કેરળ પોલીસે વધુમાં કહ્યું કે એવું લાગે છે કે કારનો ડ્રાઈવર ગૂગલ મેપની ડાઈરેક્શનને અનુસરીને આ વિસ્તારમાં પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે ભારે વરસાદના કારણે તે સમયે વિઝિબિલિટી ખુબ ઓછી હતી. તેઓ ગૂગલ મેપે બતાવેલા રસ્તા પ્રમાણે આગળ વધી રહ્યા હતા. પરંતુ એવું લાગે છે કે મેપમાં બતાવેલા ડાબા વળાંકની જગ્યાએ તેઓ ભૂલથી આગળ વધી ગયા અને નદીમાં પડ્યા.
કેવી છે ઘાયલોની હાલત
સ્થાનિકો ઘટનાસ્થળે તેમને બચાવવા માટે પહોંચ્યા અને ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી. એક સ્થાનિકે જણાવ્યું કે એક મહિલા સહિત 3 લોકોને કાઢવામાં આવ્યા, ગોતાખોરોની ટીમને ડોક્ટરોના મૃતદેહો કાઢવાના કામે લગાવવામાં આવ્યા, હાલ ઘાયલોની હાલત સ્થિર છે.
મૃત ડોક્ટરોના ઘરે માતમ પ્રસર્યો
પોલીસે જણાવ્યું કે મૃતદેહોને મેળવ્યા બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને પછી તેમને પરિજનોને સોંપી દેવાયા. આ મામલે તપાસ ચાલુ છે. અત્રે જણાવવાનું કે અકસ્માતની જાણ થયા બાદથી મૃત ડોક્ટરોના ઘરે માતમ પ્રસર્યો છે. એક પરિજને કહ્યું કે અચાનક આ બધુ કેવી રીતે થઈ ગયું. અમને તેનો કોઈ અંદાજો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube