નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. આ વચ્ચે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી દીધી છે. ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યુ કે, વિપક્ષી દળો તરફથી તેમના નામની રજુઆતને લઈને તે ખુબ આભારી છે. રાષ્ટ્રપતિના ઉમેદવાર બનવાની ના પાડતા તેમણે કહ્યું કે, વિપક્ષ કોઈ અન્ય નામ પર વિચાર કરે, જે મારાથી સારા રાષ્ટ્રપતિ સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી સોમવારે ત્રીજા એવા વ્યક્તિ બની ગયા છે જેણે વિપક્ષી દળોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની વિનંતીનો અસ્વીકાર કરી દીધો છે. 15 જૂને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવવાની શક્યતા પર ગોપાલકૃષ્ણએ કહ્યુ હતું કે તેના પર કોઈ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. 


શું બોલ્યા ગોપાલકૃષ્ણ ગાંધી?
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ સોમવારે જાહેર નિવેદનમાં કહ્યુ કે, ઉમેદવારીને લઈને ગંભીર વિચાર કર્યા બાદ હું જોઉ છું કે વિપક્ષના ઉમેદવાર એવા હોવા જોઈએ જે વિપક્ષી એકતા સિવાય રાષ્ટ્રીય સહમતિ અને રાષ્ટ્રીય માહોલ પેદા કરે. ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યુ કે, મને લાગે છે કે અન્ય પણ લોકો હશે જે મારાથી સારૂ કામ કરશે. તેથી મેં નેતાઓને વિનંતી કરી છે કે આવા લોકોને તક આપવી જોઈએ. નોંધનીય છે કે પૂર્વ અમલદારશાહ ગોપાલકૃષ્ણ ગાંધી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ભારતના રાજદૂતના રૂપમાં કામ કરી ચુક્યા છે. 


આ પણ વાંચોઃ અગ્નિપથ વિવાદ વચ્ચે બોલ્યા PM મોદી, કહ્યું- કેટલાક સુધાર શરૂઆતમાં ખરાબ લાગે છે


શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા પણ કરી ચુક્યા છે ઇનકાર
આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ 18 જુલાઈએ યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનવાની ના પાડી દીધી હતી. 15 જૂને ટીએમસી અધ્યક્ષ અને બંગાળના મુખ્યમંત્રીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ઉમેદવાર પર ચર્ચા કરવા વિપક્ષની એક બેઠક બોલાવી હતી. બેઠક પહેલા મમતા બેનર્જીએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. 


હવે શરદ પવારની અધ્યક્ષતામાં વિપક્ષની બેઠક
રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ હવે એનસીપી પ્રમુખ શરદ પવારે 21 જૂને દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિ ઉમેદવારને લઈને ચર્ચા કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube