ગોરખપુર કેસઃ મુર્તઝા બનાવતો હતો જેહાદી એપ, હનીટ્રેપનો એંગલ પણ સામે આવતા મચ્યો ખળભળાટ
અરબી ભાષાની આ જેહાદી એપને ડિઝાઈન કરવા માટે અહમદ મુર્તઝા અબ્બાસી પીર2પીર એપ મારફતે સંદેશાઓનું આદાન પ્રદાન કરતો હતો. એપનો હેતુ એવા લોકોને જોડવાનો હતો, જે જેહાદના રસ્તા પર આવવા માંગે છે અથવા તો જેણે લાગતું હતું કે મુસલમાનો પર જુલ્મ થઈ રહ્યો છે.
ગોરખનાથ: ગોરખનાથ મંદિર પર હુમલાની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. યૂપી એટીએસની પુછપરછમાં એક નવી જ વાત સામે આવી છે, જેમાં આરોપી અહમદ મુર્તઝા અબ્બાસી આતંકવાદીઓના કહેવાથી જરિમા નામની જેહાદી એપ ડિઝાઈન કરી રહ્યો હતો. જરિમાની અરબીમાં મતલબ થાય છે જુલ્મ. જ્યારે આ કેસમાં હવે હનીટ્રેપનું એક અલગ જ એન્ગલ સામે આવી રહ્યું છે.
આ લોકોને જોડવાની કરી રહ્યો હતો કોશિશ
અરબી ભાષાની આ જેહાદી એપને ડિઝાઈન કરવા માટે અહમદ મુર્તઝા અબ્બાસી પીર2પીર એપ મારફતે સંદેશાઓનું આદાન પ્રદાન કરતો હતો. એપનો હેતુ એવા લોકોને જોડવાનો હતો, જે જેહાદના રસ્તા પર આવવા માંગે છે અથવા તો જેણે લાગતું હતું કે મુસલમાનો પર જુલ્મ થઈ રહ્યો છે. મુર્તઝાને આ કામમાં આતંકિયાઓ તરફથી મદદ મળી રહી હતી.
એપ ડેવલપરનો કર્યો હતો કોર્ષ
કેમિકલ એન્જિનિયરિંગ કર્યા બાદ મુર્તઝા એ એપ ડેવલપરનો કોર્ષ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલા પણ આતંકી પીર2પીર એપનો ઉપયોગ પોતાના સીક્રેટ મેસેજોને મોકલવા માટે કરતો હતો. બીજી બાજુ, એવી પણ જાણ થઈ છે કે મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલો કરનાર મુર્તઝાનો સમગ્ર ખેલ એક મેલથી શરૂ થયો હતો, જે ISIS કેંપની એક યુવતી તરફથી આવ્યો હતો. મુર્તઝા સાથેની પુછપરછમાં કબલ્યું હતું કે, યુવતીએ જણાવ્યું કે એકાઉન્ટમાં તેણે ઘણી વખત પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા. તે આતંકી સંગઠન ISISમાં જવાની તૈયારી પણ કરી રહ્યો હતો.
ISIS ની યુવતીએ કર્યો હતો આ વાયદો
મીડિયા રિપોર્ટ્સના મતે, મુર્તજાને આઈએસઆઈએસ કેંપની એક યુવતીનો મેલ આવ્યો હતો. યુવતીએ પોતાના ફોટો તેણે મોકલ્યો હતો અને ભારત આવીને મળવાનો વાયદો પણ કર્યો હતો. એટલું જ નહીં, મુર્તઝાએ યુવતીને 40 હજાર રૂપિયા પણ મોકલ્યા હતા. મેલ મારફતે બન્ને જણાં વચ્ચે વાતચીત શરૂ થઈ અને આ રીતે મુર્તઝા ISIS ના આતંકીઓના સંપર્કમાં આવ્યો. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે નેપાળના રસ્તે થઈને સીરિયા જવાનો હતો.
પિતાની પણ કરવામાં આવી રહી છે પુછપરછ
મુર્તઝાના પિતા સાથે પણ એટીએસ પુછપરછ કરી રહી છે. તેમણે પોતાના પુત્રને મનોરોગી ગણાવ્યો હતો. જોકે, મુર્તઝાની મેડિકલ તપાસ બાદ ડોક્ટરોએ એવી કોઈ સંભાવનાનો ઈન્કાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુર્તઝાની માનસિક સ્થિતિ જાણવા માટે ઉમનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારની સાંજે મુર્તઝા એ ગોરખનાથ મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ઉત્તર પ્રદેશ એટીએસ કેસની તપાસ કરી રહી છે.