નવી દિલ્હીઃ Govardhan Puja 2022: હિન્દુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ છે અને આ તહેવાર દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ હોવાને કારણે ગોવર્ધન પૂજાની ઉજવણી આજે એટલેકે 26 ઓક્ટોબરે કરવામાં આવશે. નોંધનીય છે કે ગોવર્ધન પૂજાને અન્નકૂટ પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન કૃષ્ણની ગોવર્ધન ઉઠાવતી પ્રતિમા બનાવવામાં આવે છે. આવો જાણીએ આ વખતે ગોવર્ધન પૂજાની તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોવર્ધન પૂજા 2022ની તારીખ
હિંદુ પંચાગ અનુસાર દર વર્ષે કારતક મહિનાના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગોવર્ધન પૂજા 26 ઓક્ટોબર, બુધવારે છે. ગોવર્ધન પૂજા માટે સવારે 7 કલાક 29 મિનિટથી લઈને સવારે 9 કલાક 39 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે. પરંતુ સામાન્ય રીતે ગોવર્ધન પૂજા સાંજના સમયે કરવામાં આવે છે અને પંચાગ અનુસાર સાંજે 4 કલાક 8 મિનિટથી લઈને 6 કલાક 18 મિનિટ સુધી પૂજા માટે શુભ સમય છે. 


ગોવર્ધન પૂજાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ છે અને માન્યતા છે કે આ દરમિયાન ભગવાન કૃષ્ણએ બ્રજવાસીઓને ઇંદ્ર દેવના પ્રકોપથી બચાવ્યા હતા. પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણણે ઇંદ્ર દેવતાના ઘમંડને તોડીને સમસ્ય ગોકુલવાસીઓની તેમના પ્રકોપથી રક્ષા કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણણે ગોવર્ધન પર્વતને એક આંગળીથી ઉઠાવી બધા ગોકુલવાસીઓને બચાવ્યા હતા. ત્યારબાદ ઇંદ્રનું અભિમાન તૂટ્યું અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણની માફી માંગી હતી. 


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube