નવી દિલ્હી : સમગ્ર દેશમાંચાલી રહેલ ખેડૂત હડતાળ વચ્ચે કેન્દ્ર સરકારે શેરડીનાં ખેડૂતોને મોટી રાહત આપી છે અને તેમનાં બાકી રહેલા 20 હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરવાની જાહેરાત કરી છે. સાથે જ સરકારે ચીનનાં નિકાસ પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે. સરકારે શેરડીનાં ખેડૂતો માટે રાહતની જાહેરાત કરતા શેરડીનાં 30 લાખ ટનનાં બફર સ્ટોક બનાવવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ખેડૂતોનાં બાકી 20 હજાર કરોડ રૂપિયાની ચુકવણી પણ કરશે. સરકારને આશા છે કે બફ સ્ટોક દ્વારા ખાંડની સપ્લાઇને પણ ઓછો કરી શકાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતીએ સરકારની તરફથી લેવાયેલા નિર્ણય અંગે કહ્યું કે, આ બધાની પાછળ કેરાના પરાજય છે. સરકાર કોર્પોરેટનાં ઇશારે તમામ કામ કરે છે. ખાંડની મિલોને બાકી રકમની ચુકવણી કરવાની છે. હાલની પરિસ્થિતીમાં એક કીલો ખાંડની કિંમત 25 રૂપિયા છે. જ્યારે તેનાં નિર્માણમાં 30 રૂપિયાનો ખર્ચ થાય છે. ખાંડની મિલોએ પોતાની પાસે જ ખાંડનો બફર સ્ટોક રાખવો પડશે. ખાંડનાં વેપારીઓને રાહત આપવા માટે સરકારે ખાંડનનાં નિકાસકારોને ઉત્પાદન પર પ્રોત્સાહનની રકમ આપવાની જાહેરાક કરી છે. આ વર્ષે ખાંડનું બંપર ઉત્પાદન થવા અને કિંમતોમાં થયેલા ઘટાડાને જોતા સરકાર તેનો નિકાસ વધારવા માંગે છે. 

સરકારે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનાં ઇરાદાથી ઇથેનોલનાં ઉત્પાદન અંગે નવી પ્રોત્સાહન રકમ આપવાની યોજના બનાવી રહી છે. સરકાર આ મોટા નિર્ણયો અંગે ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, અમે કેબિનેટનાં નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. જેમાં આગળની યોજના બનાવી શકાય. હજી સુધી કંઇ જ સ્પષ્ટ નથી. જો કે એસોસિએશને ઇથેનોલ અંગે પ્રોત્સાહન રકમ ચાલુ કરવાનાં નિર્ણયને સરાહનીય ગણાવ્યો હતો.