OTT platforms: ભારત સરકારના કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયે અશ્લીલ સામગ્રી પીરસતા ઓનલાઇન પ્લેટફોર્મ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. મંત્રાલય દ્વારા 18 ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ એવા ઓટીટી પ્લેટફોર્મ છે જે અશ્લીલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપી લોકોને અશ્લીલ સામગ્રી પીરસતા હતા. સાથે જ સરકાર તરફથી ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબસાઈટને પણ બ્લોક કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ચોખામાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે સાથે રાખી દેજો આમાંથી કોઈ એક વસ્તુ


સુચના તેમજ પ્રસારણ મંત્રાલય એ 18 ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કર્યા છે. આ પ્લેટફોર્મને અશ્લીલ કન્ટેન્ટ પીરસવાને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે. આ 18 ઓટીટી પ્લેટફોર્મ ઉપરાંત દેશભરમાંથી 19 વેબસાઈટ, 10 એપ્લિકેશન અને 57 સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. સરકારે આ નિર્ણય ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અંતર્ગત લીધો છે. 


આ પણ વાંચો: Voter Id: ચૂંટણી પહેલા વોટર આઇડી કાર્ડમાં અપડેટ કરી લો સરનામું, નહીં તો થશે સમસ્યા


સરકારના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ હતું તેમાં મહિલાઓને અપમાનજનક સ્થિતિમાં દેખાડવામાં આવતી હતી. સાથે જ તેમાં સેક્સ્યુઅલ કન્ટેન્ટનો ઉપયોગ થતો હતો. આ પ્રકારના પ્લેટફોર્મ પર ટીચર અને વિદ્યાર્થીઓના સંબંધોને પણ ખરાબ રીતે દેખાડવામાં આવી રહ્યા હતા. 


આ પણ વાંચો: તાવ પછી ઝડપથી સાજા થવું હોય તો ન કરવી આ 3 ભુલ, આ ભુલના કારણે જ લાંબી ચાલે બીમારી


ભારત સરકારે જે નિર્ણય લીધો છે તેમાં કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ આવરી લેવામાં આવ્યા છે અને અશ્લીલ સામગ્રી પીરસતા અકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યા છે. જેમાં ફેસબુકના 12 એકાઉન્ટ, ઈન્સ્ટાગ્રામના 17 અકાઉન્ટ, સોશિયલ મીડિયા એક્સ એટલે કે ટ્વીટરના 16 એકાઉન્ટ અને યુટ્યુબના ના 12 એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યા છે.