Unified Pension Scheme: કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની માંગ પર ધ્યાન આપતા સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી. તેને લઈને ડોક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આજ શનિવાર (24 ઓગસ્ટ) એ કેન્દ્રીય કેબિનેટ બ્રીફિંગ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ છે. નોકરી બાદ મળનારા પેન્શનને ધ્યાનમાં રાખતા આ સ્કીમને લાવવામાં આવી રહી છે. 


10 વર્ષની નોકરી પર 10,000 રૂપિયાનું પેન્શન, જાણો શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ, NPSથી કઈ રીતે છે અલગ


જો કોઈ પેન્શનભોગીનું નિધન થાય છે તો તેના પરિવારને કર્મચારીના મોતના સમય સુધી મળનાર પેન્શનના 60 ટકા પરિવારને મળશે. જો કોઈ 10 વર્ષ બાદ નોકરી છોડી દે તો 10 હજાર રૂપિયા પેન્શન મળશે. 


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ને મંજૂરી આપી છે. આ યોજનાથી કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને લાભ થશે. કર્મચારીઓ પાસે NPS અને UPS માંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હશે.