નવી દિલ્લી: ગરીબો માટે કેન્દ્ર સરકાર તરફથી અનેક પ્રકારની અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી કેટલીક યોજનાઓ અંતર્ગત સરકા સીધી મદદ લોકો સુધી પહોંચાડે છે. કૃષિથી લઈને રોજગાર શરૂ કરવા સુધીમાં સરકાર પોતાની આ યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરે છે. આવી યોજનાને લઈને સોશિયલ મીડિયા પર પણ તમામ પ્રકારની જાણકારી વાયરલ થતી રહે છે. હવે આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મહિલાઓને મફત સિલાઈ મશીન આપવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાયરલ વીડિયો:
યુ-ટ્યુબ પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલાઓે 9000 રૂપિયા મળી રહ્યા છે. તેના માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. VK Hindi World" નામની એક યુ-ટ્યુબ ચેનલે એક વીડિયોમાં દાવો કર્યો છે કે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન અને તેમના ખાતામાં 9000 રૂપિયા મળી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. થોડાક મહિના પહેલાં અપલોડ થયેલા આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને હવે ફરીથી તેને શેર કરવામાં આવી રહ્યો  છે. 


શું છે વીડિયોની હકીકત:
હવે આ વાયરલ વીડિયોની શું હકીકત છે તે પણ જાણી લો. વીડિયોમાં જે માહિતી આપવામાં આવી છે તે તમામ ખટી છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ જ યોજના ચલાવવામાં આવી રહી નથી. આ દાવો સંપૂર્ણ  રીતે ખોટો છે. સરકારે કોઈપણ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં 9000 રૂપિયા નાંખવાની વાત કહી નથી. 



પીઆઈબી તરફથી તેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું છેકે આ જાણકારી સંપૂર્ણ રીતે ભ્રામક છે. જો તમારી પાસે આવો કોઈ વીડિયોનો મેસેજ આવે છે તો તેના પર વિશ્વાસ ન કરશો. તેના માટે તમે સરકારની વેબસાઈટ્સ પર જઈને ચેક કરી શકો છો.