Ready to eat food: ભારતમાં રેડી ટુ ઈટ ફૂડનું ચલણ એવું છે કે બાળક હોય, યુવા હોય કે પછી વૃદ્ધો...બધાની પહેલી પસંદ બજારમાં મળતું Ready to Eat Food બની ચૂકયું છે પરંતુ તેમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે બજારમાં મળતા Ready to Eat Food જેમ કે સેન્ડવીચ, બર્ગર, ક્રીમ રોલ પર ક્યારેય નહીં લખેલું હોય કે તે ક્યારે બનાવવામાં આવ્યું અને ક્યારે ખરાબ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે દુકાનદારને પૂછો તો એ એવો જ જવાબ આપશે કે અત્યારે જ બન્યું છે. જેના પર ભરોસો કરવા  સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય રહેતો નથી. પરંતુ હવે સ્થિતિ બદલાવવાની છે. કારણ કે ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કામ કરનારી ભારત સરકારની Food Safety and Standards Authority of India એટલે કે (FSSAI) એક કાનૂની ગાઈડલાઈન લાવવાની છે. જે મુજબ બજારમાં મળતા તમામ Ready to eat food જેમ કે સેન્ડવીચ, બર્ગર, ક્રીમ રોલ, પેટીસ કે જેને દુકાનદારો પ્લાસ્ટિકથી રેપ કરવાથી બચે છે તેના પર નિયમ લાગૂ થયા બાદ લખવું જરૂરી હશે કે આ ફૂડ  ક્યારે બન્યું હતું, બનાવવામાં કયા મટિરિયલનો ઉપયોગ થયો અને તેને ક્યાં સુધી ખાઈ શકાય એટલે કે BEST BEFORE ની તારીખ. 


મહિલાના સુંદર ફિગર પર કોમેન્ટ કરતા પહેલા દસ વાર કરજો વિચાર...નહીં તો આવી સમસ્યા થશે


બે પત્નીએ જાહેરમાં કરી એવી મારામારી....પતિ વચ્ચે પડ્યો તો તેને પણ ચપ્પલથી માર્યો


શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ


મળતી માહિતી મજુબ FSSAI પાસે છેલ્લા કેટલાક વર્ષોથી એવી ફરિયાદ આવી રહી હતી કે અનેક દુકાનદારો ગ્રાહકોને અનેક દિવસો જૂનું READY TO EAT FOOD તાજો હોવાનો દાવો કરીને વેચતા હતા. એટલું જ નહીં FSSAI દ્વારા READY TO EAT FOOD વેચનારા દુકાનદારોના ત્યાં દરોડા પાડવા દરમિયાન પણ FSSAI ની ટીમે અનેકવાર જાણ્યું હતું કે દુકાનો પર જૂનો વાસી READY TO EAT JUNK FOOD ગ્રાહકોને વેચવામં આવી રહ્યો છે. આવામાં બજારમાં વેચાતા આવા ફૂડની ક્વોલિટીને સારી રાખવાની કડીમાં FSSAI આ પ્રકારની ગાઈડલાઈન બનાવવા પર કામ કરી રહી છે. 


તેનો એક બીજો પક્ષ એ પણ છે કે જર્નલ ઓફ મેડિકલ સાયન્સ મુજબ ભારતમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકોના મોત ખરાબ ભોજન અને પાણીના સેવનથી થાય છે અને આંકડાને જોતા ખરાબ ખાવાનાના સેવનના કારણે મોતના મામલે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube