નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે ((Ministry of Labour) ) આગામી નાણાકીય વર્ષમાં નવા કાયદા ((Labour Law)) લાગુ કરવાની તૈયારીઓ કરવા માંડી છે. સરકાર તેને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે. નવા નિયમ લાગુ થયા બાદ દેશના શ્રમ બજારમાં સુધારેલા નિયમોનો નવો દોર શરૂ થશે. આ સાથે જ સરકાર નવા શ્રમ કાયદા ((New Labour Laws))  અંગે પૈદા થયેલી શંકાને દૂર કરવાની પણ કોશિશ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 મિનટ વધુ કામ કરશો તો પણ ઓવરટાઈમ
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સરકાર નવા શ્રમ કાયદા ((New Labour Laws)) હેઠળ ઓવરટાઈમ (overtime) ની હાલની સમયમર્યાદામાં ફેરફાર કરી શકે છે અને નિર્ધારિત કલાકોથી 15 મિનિટ પણ વધુ કામ કરશો તો ઓવરટાઈમ ગણાશે. આ માટે કંપનીઓએ પોતાના કર્મચારીઓને ચૂકવણી કરવી પડશે. એટલે કે કામના કલાકો ખતમ થયા બાદ જો તમે 15 મિનિટ પણ વધુ કામ કરશો તો કંપની તે માટે પેમેન્ટ કરશે. અત્રે જણાવવાનું કે જૂના નિયમો મુજબ આ સમય મર્યાદા પહેલા અડધો કલાકની હતી. 


હવે જો ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી શોધી તો આવી બનશે...સીધો મેસેજ 1090 પાસે પહોંચી જશે


આ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જશે પ્રક્રિયા
આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ શ્રમ મંત્રાલયે ((Ministry of Labour) ) નવા શ્રમ કાયદા અંગે તમામ હિતધારકો સાથે વિચાર વિમર્શ કરી લીધો છે અને આ મહિનાના અંત સુધીમાં તમામ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે. ત્યારબાદ નિયમોને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. 


Shocking! 9 ગામના લોકોએ એક સાથે સરકાર પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગણી, કારણ જાણીને સ્તબ્ધ થશો


PF અને ESI અંગે પણ નિયમ
નવા કાયદામાં કંપનીએ સુનિશ્ચિત કરવાનું છે કે તમામ કર્મચારીઓને પીએમ (PF) અને ઈએસઆઈ (ESI) જેવી સુવિધાઓ મળે. નવા નિયમો મુજબ કોઈ કંપની એમ કહીને બચી શકશે નહીં કે કોન્ટ્રાક્ટર કે થર્ડ પાર્ટી દ્વારા આવ્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ કે થર્ડ પાર્ટી હેઠળ કામ કરનારાઓને પણ પૂરો પગાર મળે તે પ્રમુખ નિયોક્તા એટલે કે કંપનીઓ જ સુનિશ્ચિત કરશે.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube