Government Job in Western Coal Fields Limited: નોકરી શોધી રહેલા યુવાઓ માટે કોઈલ ઈન્ડિયા કંપનીમાં ભરતી નીકળી છે. વેસ્ટર્ન કોઈલ ફીલ્ડ્સ લિમિટેડ WCL એ નોટિફિકેશન બહાર પાડીને માઈનિંગ સરકાર અને સર્વેયર પદો પર ભરતી કાઢી છે. જેના માટે 10મી પાસ સાથે કેટલાક સર્ટિફિકેટ અને શૈક્ષણિક યોગ્યતા જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ વાત એ છે કે ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ક્યાય જવું પડશે નહીં. પરંતુ ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકશે. આવામાં યોગ્યતા, સેલરી, પસંદગી પ્રક્રિયા સહિત તમામ જાણકારીઓ અહીં મેળવી શકશો. 


કુલ 135 પદો પર ભરતી નીકળી છે. જેમાં માઈનિંગ સરદારના 107 અને સર્વેયરના 28 પદ સામેલ છે. આ પદો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 જાન્યુઆરીથી શરી થઈ. અરજી કરવા માટે 10 ફેબ્રુઆરી સુધીનો સમય મળશે. 


ઉંમર મર્યાદા
જો તમારી ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે છે તો તમે WCL ભરતી માટે અરજી કરી શકશો. 


કેટલી મળશે સેલરી
માઈનિંગ સરદાર પદો પર નોકરી મળ્યા બાદ ઉમેદવારને 31,852 રૂપિયા માસિક પગાર મળશે. જ્યારે સર્વેયર પદો માટે 34391 રૂપિયા પ્રતિમાસ  સેલરી નક્કી કરેલી છે. 


આ સરકારી નોકરી મળી તો 5 પેઢી તરી જશે, જાણી લો પગાર સાથે કેવી મળે છે સુવિધાઓ


LIC Recruitment 2023: LICમાં 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી, એક ક્લિકમાં જાણો દરેત વિગત


18000થી વધુ સરકારી નોકરીઓ માટે પડી છે જગ્યાઓ! 7 પાસ પણ અરજી કરી શકશે


પસંદગી પ્રક્રિયા
પદો પર નિયુક્તિ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે. જે કુલ 100 માર્ક્સની હશે. પરીક્ષાનો સમય 90 મિનિટનો હશે. 


કઈ રીતે કરવી અરજી
Government Job in Western Coal Fields Limited અરજી કરવા માટે WCL ની ઓફિશિયલ વેબસાઈટ westerncoal.in પર જાઓ. હવે મુખ્યપેજ પર અપાયેલા માઈનિંગ સરદાર અને સર્વેયર ભરતી માટેની લિંક પર ક્લિક કરો. નવું રજિસ્ટ્રેશન કર્યા બાદ તમામ માહિતી ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી જમા કરી દો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube