નવી દિલ્હી : સરકાર અટલ પેન્શન યોજના (API) અંતર્ગત પેન્શન સીમાને વધારીને 10 હજાર રૂ. પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. આ યોજનામાં વર્તમાન સ્લેબ 5 હજાર રૂ. પ્રતિ માસ છે. ફાઇનાન્શિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટમાં સંયુક્ત સચિવની જવાબદારી નિભાવી રહેલી મદનેશ કુમાર મિશ્રાએ આ મામલે જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે એપીઆઇ અંતર્ગત પેન્શનની રકમ વધારવાની જરૂર છે. મદનેશ કુમારે જણાવ્યું છે કે અમે પેન્શન મૂલ્ય વધારીને 10 હજાર રૂ. સુધી કરવાનો પીએફઆરડીએ દ્વારા મોકલવામાં આવેલો પ્રસ્તાવ જોયો છે અને એના પર સક્રિયતાથી વિચાર કરી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર ખરીદનારાઓને મોદી સરકાર હવે આપશે આ 'મોટી' ભેટ, મિડલ ક્લાસને સૌથી વધુ ફાયદો


પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના ચેરમેન હેમંત જી. કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે આ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસે મોકલવામાં આ્વ્યો છે. તેમણે કહ્યું છે હાલમાં પે્ન્શનના પાંચ સ્લેબ 1 હજાર રૂ.થી માંડીને પાંચ હજાર રૂ. સુધી છે. માર્કેટમાં આ રકમ વધારવાના અનેક પ્રસ્તાવ મળે છે કારણ કે અનેક લોકોને લાગે છે કે આજથી 20-30 વર્ષ પછી 60 વર્ષની વયે 5 હજારની રકમ પુરતી નહીં થાય.


પીએફઆરડીએએ સરકારને બીજા પણ બે પ્રસ્તાવ મોકલ્યાં છે. તેમાં ઓટો એનરોલમેન્ટ અને વયમર્યાદા 40 થી વધારીને 50 કરવાનો પ્રસ્તાવ સામેલ છે. આ યોજનામાં જો તમે 60 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોવ અને 18 વર્ષની ઉંમરે આ યોજના સાથે જોડાવ તો તમારે દર મહિને 42 રૂપિયા અને જો તમે 5,000 નું પેન્શન લેવા માંગતા હોવ અને 18 વર્ષની ઉંમરે યોજના સાથે જોડાવ તો તમારે દર મહિને 210 રૂ. ચુકવવા પડશે.


બિઝનેસના સમાચાર જાણવા કરો ક્લિક...