ગેરવર્તણુંક કરનારી એરલાઇન કંપનીને કરાવી શકો છો લાખોનો દંડ, જાણો તમારો અધિકાર
એરપોર્ટ પર એરલાઇન્સની તરફથી યાત્રીઓ સાથે ગેરવર્તણુંક અથવા ખરાસ સર્વિસ આપવાની ફરિયાદ અનેક વખત સામે આવી ચુકી છે
નવી દિલ્હી : એરપોર્ટ પર એરલાઇન્સની તરફથી યાત્રીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તણુંક અથવા તો ખરાબ સર્વિસના અનેક કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. શક્ય છે કે તમારી સાથે પણ એવી ઘટના બની હોય. જો કે સરકારની નવી પહેલ બાદ હવે એરલાઇન્સ કંપનીઓ એવું નહી કરી શકે. તેના માટે કંપનીઓને દંડ પણ ભરવો પડશે. સરકાર નવા નિયમો લાવવાની તૈયારીઓ કરી રહી છે. નવા નિયમ અનુસાર યાત્રીઓ સાથે ગેરવર્તણુંક અથવા ખરાબ સેવા આપવા અંગે એરલાઇન્સને દંટ ફટકારી શકે છે.
ગેરવર્તણુંક કરનારી એરલાઇન કંપનીને કરાવી શકો છો લાખોનો દંડ, જાણો તમારો અધિકાર...
નખ વગરના વાઘ DGCAને હવે કૃત્રીમ નખ પહેરાવવાની તૈયારી
એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)
એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)નાં અધિકારોને વધારવા માટે ઝડપથી નિયમો બનાવવા અંગે પગલા ઉઠાવાઇ રહ્યા છે. સુત્રો અનુસાર ડીજીસીએને પહેલાથી વધારે શક્તિશાળી બનાવવામાં આવશે. ત્યાર બાદ એવિએશન રેગ્યુલેટર કોઇ પણ એરલાઇન્સ અથવા એરપોર્ટનાં યાત્રીઓ સાથે ગેરવર્તણુંક, ખોટો વ્યવહાર, સર્વિસમાં ખામી હોવા જેવા મુદ્દાઓ પર મોટો દંડ ફટકારી શકશે.
બેંકોને તમામ રકમ પર કરી દેવાની વાત સાથે ભાવુક થયો માલ્યા... કરી સ્પષ્ટતા...
હવે લાઇસન્સ સસ્પેંશન કરી શકશે ડીજીસીએ
હાલ રેગ્યુલેટર લાઇસન્સ સસ્પેંશન જેવા પગલા ઉઠાવી શકે છે. જો કે હાલનાં કેટલાક કિસ્સાઓ જેવા કે ઇંડિગો એરલાઇન્સની ઘટનામાં જ્યાં એકતરફ એરલાઇન સ્ટાફે એક યાત્રી સાથે ગેરવર્તણુંક કરી આ મુદ્દો સામે આવ્યા બાદ DGCAએ એરલાઇન્સને ચેતવણી આપી હતી કે આવી ઘટના બીજી વખત ન થાય. DGCAનાં સુત્રો અનુસાર આ પહેલીવાર હશે જ્યારે એરલાઇન અથવા એરપોર્ટ પર ભારે આર્થિક દંડ લગાવી શકે છે. તેનાથી એરલાઇન્સ અથવા એપોર્ટ પર પણ કડક વલણ અપનાવવામાં આવશે.
વડાપ્રધાનને દેશના જવાનોની નહી, સુટબુટવાળા દુકાનદારોની ફિકર છે: રાહુલ ગાંધી...
જો કે અત્યાર સુધી તે નિશ્ચિત નથી થઇ શક્યું કે દંડની આ રકમ કેટલી હશે. આ અંગે સુત્રોનું માનીએ તો આ રકમ લાખોમાં હોઇ શકે છે જ્યાં પહેલીવાર ભુલ થવાથી 5-10 લાખ રૂપિયાનો દંડ લગાવી શકાય છે. ભુલ જો ફરી થાય તો આ રકમ બમણી કરવી અથવા તો તેનાંથી પણ વધારે કરવી.