નવી દિલ્હીઃ #MeToo અભિયાન હેઠળ યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા વિદેશ રાજ્યપ્રધાન એમજે અકબરે સફાઇ આપતા કહ્યું કે, પૂરાવા વિના આરોપ એક વાયરલ તાવ બની ગયો છએ, તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, મારા પર લાગેલા આરોપો પર કાયદાકીય કાર્યવાહી કરીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે વિદેશથી પરત ફર્યા બાદ વિદેશ રાજ્યપ્રધાન એમજે અકબરે કહ્યું હતું કે, તેમના પર લાગેલા આરોપો વિશે પછી બોલશે. 12 ઓક્ટોબરે જ્યારે આ મુદા પર અમિત શાહને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, જોવું પડશે આરોપ ખોટા છે કે સાચા. અમિત શાહે કહ્યું હતું કે, પોસ્ટની સત્યતાની તપાસ જરૂરી છે, જેના તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે. 


જાણિતા પત્રકાર અને લેખક રહેલા એમજે અકબર ઘણા અખબારોના એડિટર રહી ચુક્યા છે. તેમના પર અત્યાર સુધી 11 મહિલા પત્રકારોએ #MeToo અભિયાન હેઠળ આરોપ લગાવ્યા છે. અકબર પર પ્રથમ આરોપ પ્રિયા રમાની નામની વરિષ્ઠ પત્રકારે લગાવ્યો હતો જેમાં તેમણે એક હોટલના રૂમમાં ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની કહાની વર્ણવી હતી. રમાનીના આરોપો બાદ અકબર વિરુદ્ધ આરોપોની પૂર આવી ગયું અને એક બાદ એક ઘણી મહિલા પત્રકારોએ તેના પર સંગીન આરોપ લગાવ્યા હતા. 


અકબર પર તાજો આરોપ એક વિદેશી મહિલા પત્રકારોએ લગાવ્યો કે 2007માં જ્યારે તે ઈન્ટર્નશિપ માટે આવી હતી તો તે 18 વર્ષની હતી અને તેની સાથે એમજે અકબરે ખરાબ હરકત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


યૌન શોષણ વિરુદ્ધ એક વર્ષ પહેલા અમેરિકામાં શરૂ થયેલા #MeToo અભિયાનમાં ભારત સિનેમા, એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝની સાથે રાજનીતિને પણ ઝપેટમાં લીધી છે. અત્યાર સુધી બોલીવુડ અને મનોરંજન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયા પર સામે આવીને યૌન શોષણ કરનારના નામ જાહેર કરી ચુકી છે.