દેશમાં આટલાં પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા છે મોડા, જેથી ખર્ચમાં પણ થયો છે અધધ વધારો
અંગ્રેજીમાં એક કહેવત છે કે, ટાઈમ ઈઝ મની. જો કે ભારતમાં સમય પાબંદી પર કેવો રવૈયો છે તે સૌ જાણે છે. આવી ઢીલી વ્યવસ્થાના કારણે દેશના ઈન્ફ્રા પ્રોજેક્ટનો ખર્ચ 5 લાખ કરોડ સુધી વધી ગયો છે. આજે તમને જણાવીશું દેશના અલગ અલગ મંત્રાલયોમાં કેટલા પ્રોજેક્ટ પાછળ ચાલી રહ્યા છે.
નવી દિલ્લીઃ ભારત સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપવા માટે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવતા હોય છે. જોકે, એક રિપોર્ટ મુજબ હાલ દેશભરમાં વિવિધ વિભાગોમાં સંખ્યાબંધ પ્રોજેક્ટની ગતિ ખુબ ધીમી પડી ગઈ છે. અથવા તો આ સરકારી પ્રોજેક્ટ હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યાં છે એવું કહીએ તો પણ ખોટું નથી. એક તરફ પ્રોજેક્ટ ડીલે થવાને કારણે વિકાસની સ્પીડને બ્રેક લાગે છે અને લોકોને અગવડતા પડે છે. તો બીજી તરફ આ પ્રોજોકેટ જેટલાં લેટ થાય છે નિર્ધારિત સમય કરતા તેમાં જેટલું મોડું થાય છે એના કારણે એટલો ખર્ચ પણ વધે છે. જેથી સમગ્ર પ્રોજેક્ટની પ્રોજેક્ટ કોસ્ટમાં તોતિંગ વધારો થઈ જાય છે.
દેશમાં દર બીજો પ્રોજેક્ટ ધીમો, કોરોના પછી વધ્યો આંકડોઃ
MoSPI મુજબ દેશમાં આ સમયે 150 કરોડથી વધારે કુલ 1568 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી 721 નક્કી કરેલા સમયથી પાછળ ચાલે છે. એટલે કે, લગભગ દરેક બીજા પ્રોજેક્ટની કામગીરી ધીમી ચાલે છે.
પ્રોજેક્ટમાં ધીમી ગતિનું કારણઃ
સરકાર મુજબ પ્રોજેક્ટ સમય પર પૂરો ન થવાના અનેક કારણો છે.જે દરેક પરિયોજના માટે અલગ છે. મંત્રાલયના OCMS પોર્ટલ પર જણાવેલા કારણોમાં કાનૂન અને વ્યવસ્થાની સમસ્યા, જમીન મેળવવામાં મુશ્કેલી અને વન મંજૂરીમાં વાર, નાણાની કમી સહિતના કારણો શામેલ છે.5 લાખ કરોડ સુધી વધી ગયો છે ઈન્ફ્રા પ્રોજક્ટનો ખર્ચઃ
દેશમાં ચાલતા અલગ અલગ પ્રોજેક્ટ ધીમી ગતિએ ચાલતા તેનો ખર્ચ પણ વધી જાય છે. સમય પર કામ પૂરું ન થવાથી 21.5 લાખ કરોડ રૂપિયાથી શરૂ થનારા પ્રોજેક્ટમાં 4.95 કરોડનો ખર્ચ વધી ગયો છે. જે કુલ ખર્ચના 22 ટકા છે.
મંત્રાલયોમાં 4માંથી 3 પ્રોજેક્ટ લેટ, 63 ટકા વધ્યો ખર્ચઃ
દેશના અલગ અલગ મંત્રાલયોનું નિવદન લેતા જણાય છે કે, દેશના કુલ પ્રોજેક્ટના અડધાથી વધુ માર્ગ અને પરિવહન મંત્રાલય જ બનાવે છે. જે ધીમી ગતિએ ચાલતા હોવાથી ખર્ચ વધી ગયો છે. માર્ગ અને પરિવહન મંત્રાલયનો ખર્ચ 9.67 ટકા વધી ગયો છે. પ્રોજેક્ટની કિંમતના આધારે દેશનું બીજું સૌથી મોટું મંત્રાલય રેલવે છે. અહીં દર ચારમાંથી ત્રણ પ્રોજેક્ટ મોડા ચાલી રહ્યા છે. વિલંબને કારણે પ્રોજેક્ટની કિંમત 4.08 લાખ કરોડ રૂપિયાથી વધીને 6.68 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.