Nitin Gadkari YouTube: આજકાલ સોશિયલ મીડિયાનો દૌર ચાલી રહ્યો છે. હવે પૈસા કમાવવા સાવ સરળ બની ગયા છે. હવે લોકો ફેસબુક, ઈસ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ત્યારે આ કમાણી કરવામાં મોદી સરકારના એક મંત્રી પણ પાછળ નથી. અહીં વાત થઈ રહી છે એક એવા મંત્રીજીની જેમને સાંભળવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. જીહાં જાણીને નવાઈ લાગશે પણ અહીં વાત થઈ રહી છે નીતિન ગડકરીની. ભારત સરકારના કેબિનેટ મંત્રી નીતિન પટેલની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન ગડકરી યુટ્યુબથી આવકઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના ભાષણને લઈને ચર્ચામાં રહે છે અને ઘણીવાર તેઓ રસપ્રદ વાતો શેર કરતા રહે છે. હાલમાં જ નીતિન ગડકરીએ પોતાની કમાણી વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ દર મહિને યુટ્યુબથી લાખો રૂપિયાની કમાણી કરે છે.


નીતિન ગડકરીના યુટ્યુબ પર 5.64 લાખ સબસ્ક્રાઇબર્સ છે-
તમને જણાવી દઈએ કે ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરીના યુટ્યુબ પર 5 લાખ 64 હજાર સબસ્ક્રાઈબર્સ છે અને અત્યાર સુધીમાં તેઓ યુટ્યુબ પર 2500 થી વધુ વીડિયો શેર કરી ચૂક્યા છે. નીતિન ગડકરીની યુટ્યુબ ચેનલ પર અત્યાર સુધીમાં 55 મિલિયન વ્યુઝ આવી ચૂક્યા છે.


કેન્દ્રીય મંત્રી ગડકરી યુટ્યુબથી દર મહિને 3 લાખ રૂપિયા કમાય છે-
તાજેતરમાં જ નીતિન ગડકરીએ ઈન્ડિયન એક્સપ્રેસ પ્રોગ્રામ અડ્ડામાં તેમની યુટ્યુબની આવક વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમને યુટ્યુબથી દર મહિને લગભગ 3 લાખ રૂપિયા મળે છે. ગડકરીએ કહ્યું હતું કે ઈમાનદારીથી કમાણી એ મારો મંત્ર છે અને શોર્ટકટ ક્યારેય કામ નથી આવતો.


નીતિન ગડકરી યુટ્યુબથી કેવી રીતે કમાય છે-
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 'હું મારું ભાષણ હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં આપું છું. હું મારું ભાષણ મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું છું. મેં વર્ષ 2015માં મારી ચેનલ શરૂ કરી હતી. લોકો મારું ભાષણ સાંભળે છે અને યુટ્યુબને ઘણા વ્યુઝ મળે છે. મોટાભાગના લોકો અમેરિકામાં મારા ભાષણો સાંભળે છે.


ભ્રષ્ટાચાર સાબિત થશે તો લઈ લઈશ સન્યાસ: ગડકરી
નીતિન ગડકરીએ કહ્યું છે કે, 'દેશમાં એવો કોઈ વ્યક્તિ નહીં મળે જે કહી શકે કે તેણે ગડકરીને બે પૈસા આપ્યા કે લીધા છે. જો એક વ્યક્તિ પણ આમ કહે તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ. રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી. ભગવાને મને જે આપ્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.