શ્રીનગર: કાશ્મીર ખીણમાં સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોની સંખ્યા વધારવા અને ઝડપી તૈનાત કરવા માટે સરકાર સૌથી ભારે ભરખમ માલવાહક સી-17 સહીત ભારતીય વાયુસેનાના વિમાનોની સેવાઓ પણ લઇ શકે છે. આ વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોની વધારાની 100 કંપનીઓના તૈનાત મામલે ગૃહ મંત્રાલયે શુક્રવારે નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાં લગભગ એક સપ્તાહ પહેલા સુરક્ષા દળોની વધારાની 100 કંપનીઓને તૈનાતના આદેશ આપ્યા છે. તૈનાતીના સ્થાન પર પહોંચવાની તેમની પ્રક્રિયા ચાલી રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ નિયમિત પ્રક્રિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ


ગૃહ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું છે કે, આંતરિક સુરક્ષા સ્થિતિ, પરિક્ષણ સંબંધી આવશ્યકતાઓ, અર્ધલશ્કરી દળોની તૈનાતીમાં ફરેફાર તેમના આરામ અને સ્વાસ્થ્યના લાભ આપવા, કેનદ્રીય દળોને તૈનાત કરવા અને તેમને હટાવા, આ નિયમિત પ્રક્રિયા છે. મંત્રાલયે કહ્યું કે, એવું પણ કહેવામાં આવે છે કે, કોઇ નક્કી સ્થાન પર અર્ધલશ્કરી દળોની તૈનાતી અને તેમની ગતિવિધિના સંબંધમાં કોઇપણ સાર્વજનીક રીતે ચર્ચા કરી નહોતી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...