નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ભારતના ઉચ્ચ શિક્ષા આયોગ અધિનિયમ 2018ને માર્ગ આપવા માટે તૈયાર છે. આ લાગૂ થતા જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ખતમ થઈ જશે. સરકાર આ અધિનિયમનું બ્રાન્ડિંગ ઇન્સ્પેક્ટર રાજ ખતમ કરવાની રીતે કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી)ના અધિનિયમના ડ્રાફ્ટને બુધવારે પોતાની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો. સરકારની તૈયારી એચઈસીઆઈ (હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા)ને લાગૂ કરી યૂજીસી એક્ટ, 1956ને ખતમ કરવાની છે. સરકારે આ ડ્રાફ્ટ પર જનતાને પોતાના સૂચનો આપવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે અધિનિયમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, નવા અધિનિયમમાં સંસ્થાઓનું શૈક્ષણિક મૂલ્યાંકન, શિક્ષકોને પ્રશિક્ષણ અને એજ્યુકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની સાથે શિક્ષણના માનકોને સુધારવા પર ભાર આપવામાં આવ્યો છે. યૂજીસીની જેમ આ માત્ર ગ્રાન્ટ સિસ્ટમ માટે નહીં હોઈ, તેનો ઉદ્દેશ શૈક્ષણિક મામલા પર હશે. ગ્રાન્ટના મામલાને ખૂદ મંત્રાલય જોશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, રેગ્યુલેશનના દાયરાને ઓછો કરવાનો મતલબ શૈક્ષણિક સંસ્થાઓના મેનેજમેનટ્ સંબંધી મામલામાં દખલ કરવી નથી. 




પ્રસ્તાવિત કમિશનમાં 12 સભ્યો દશે, જેની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે. તેમાં ચેરપર્સન અને વાઇસ ચેરપર્સનને સામેલ નહીં કરવામાં આવે. સદસ્યોમાં હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સચિવોની સાથે AICTE અને NCTEના ચેરપર્સન અને બે વર્કિંગ વાઇસ ચાન્સલેરોને સામેલ કરવામાં આવશે. 




ડ્રાફ્ટ પ્રમાણે, આ કમિશનનું કામ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, શિક્ષણના માપદંડોને બનાવી રાખવા, ઉચ્ચ શિક્ષામાં શિક્ષણ, મૂલ્યાંકન અને અનુસંધાન માટે માપદંડો નક્કી કરવાના રહેશે. શિક્ષાના સ્તરને બનાવી રાખવાના નિષ્ફળ સંસ્થાઓની મોનિટરિંગ કરવું પણ આ કમિશનનું કામ હશે. આના પર 7 જુલાઈ સાંજે 5 કલાક સુધી પોતાના સૂચનો આપવાનું કહેવામાં આવ્યું છે.