ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા નહીં કરવા પડે કોઈને ભઈ બાપા, અપનાવો આ સરળ રીત
Ration Card: ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે શું કરવું? કયું ફોર્મ ભરવું પડશે? કેટલા રૂપિયાનો ખર્ચ થશે? આવા તમામ સવાલોના જવાબો અહીં જાણો...વિગતવાર...
Ration Card: આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે ડુપ્લીકેટ રેશનકાર્ડ કઈ રીતે કઢાવવું તેની. એ સાથે જ એ પણ જાણીએ કે રેશનકાર્ડની ઉપયોગીતા અને મહત્ત્વ કેટલું છે. રેશનકાર્ડએ એક ખુબ જ જરૂરી સરકારી પુરાવો છે. તેના આધારે સરકાર પાસે તમારા આખા પરિવારની વિગતો આવી જતી હોય છે. આ ઉપરાંત રેશનકાર્ડના આધારે તમારા રહેઠાણનો પણ એક પુરાવો ઉભો થાય છે.
કારણકે, રેશનકાર્ડમાં તમારા ઘરનું સરનામું પણ ઉમેરવામાં આવે છે. જોકે, બાદમાં તમે રહેણાંક ચેન્જ કરો તો તમારે એની બદલાવવું પડે છે એપડેટ કરવું પડે છે. રેશનકાર્ડનો ઉપયોગ કોઈપણ સરકાર યોજનાનો લાભ લેવામાં થતો હોય છે. કારણકે, આ પરિવારની દ્રષ્ટિએ એક જરૂરી સરકારી ડોક્યુમેન્ટ બની જાય છે. તેથી લગ્ન બાદ પત્નીનું નામ પણ રેશનકાર્ડમાં ઉમેરવું પડે છે.
ગરીબ વર્ગ અને આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. રેશનકાર્ડ ધારકોને આ કાર્ડ દ્વારા ફ્રી માં રાશન મળે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની જેમ, રેશન કાર્ડ પણ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સમાંનું એક છે. જેનો ઉપયોગ ઘણી જગ્યાએ આઈડી પ્રુફ તરીકે પણ થાય છે. પરંતુ કેટલીકવાર ઉતાવળ અથવા કોઈ કારણસર આપણે કેટલીક વસ્તુઓ ખોઇ બેસીએ છીએ, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈનું રેશનકાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેના માટે ચિંતા થવી સ્વાભાવિક છે. પણ એ ખોવાઈ જાય તો શું કરવું? વાસ્તવમાં તે કોઇ પરેશાની વિના બનાવી શકાય છે. રેશન કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં, તમારે ચિંતા કર્યા વિના કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે, જેના પછી તમારું ડુપ્લિકેટ કાર્ડ સરળતાથી બનાવી શકાય છે.
ભારત સરકારનો કયો વિભાગ રાખે છે રેશનકાર્ડની અપડેટ?
રેશનકાર્ડ માટે હવે My Ration Mobile App પણ શરું કરવામાં આવી છે. રેશનકાર્ડએ ભારત સરકારના ડિરેક્ટોરેટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગમાં આવે છે.
ક્યારે પડે છે ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવાની જરૂર?
ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા શું કરવું? જો કે આ સવાલનો જવાબ જાણતા પહેલાં એ જાણવું પડે કે ડુપ્લીકેટ રેશનકાર્ડની જરૂર કેમ પડી? શું તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું છે? શું તમારું રેશનકાર્ડ ફાટી ગયું છે? શું તમારું રેશનકાર્ડ બળી ગયું છે? શું તમારું રેશનકાર્ડ પાણીમાં ધોવાઈ ગયું છે? શું તમારું રેશનકાર્ડ કોઈપણ પ્રકારે રદ્દી, કે ખરાબ થઈ ગયું છે, સાવ બિનઉપયોગી થઈ ગયું છે? આ તમામ કિસ્સાઓમાં તમારે ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવાની જરૂર પડતી હોય છે.
રેશનકાર્ડ અંગે તમારા મનને મુંજવતા બીજા સવાલો:
ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા શું કરવું? ક્યાંથી નીકળશે ડુપ્લીકેટ રેશનકાર્ડ? ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર? ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા કયું ફોર્મ ભરવાનું હોય છે? ડુપ્લીકેટ રેશનકાર્ડ માટેનું ફોર્મ કઈ રીતે ભરવું? ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે કેટલો થાય છે ખર્ચ? આ તમામ સવાલોના જવાબ તમને અહીં મળશે
ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવાઃ
રહેઠાણનો પુરાવો
લાઈટબીલ/વેરાબિલ
ઓળખાણનો પુરાવો
ડ્રાઈવિંગ લાઇસન્સ
આધારકાર્ડ
સેવા માટે જરૂરી પૂરાવાઃ
ખરાબ થઈ ગયેલ ના કિસ્સામાં ઓરીજીનલ રેશનકાર્ડ
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ અરજી કરવાની હોય છે.
કચેરીઓ ઉપરાંત ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે તમે digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.
ક્યાંથી ડાઉનલોડ કરવું ફોર્મ?
ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.
https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s53.pdf