સરકારે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી છે. આ યોજના મહિલાઓને 2 વર્ષમાં જ અમીર બનાવી શકે છે. મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ (MSSC) સરકારની એક એવી જ યોજના છે. આ યોજના ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે બનાવવામાં આવી છે. તેનો હેતુ મહિલાઓને સેવિંગ્સ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેમાં 7.5 ટકા વ્યાજ મળે છે જે દર ત્રણ મહિને જોડાય છે. આ યોજના બે વર્ષ માટે છે અને સુરક્ષિત રોકાણનો સારો વિકલ્પ છે. 2 વર્ષ બાદ મહિલાઓને પ્રિન્સિપલ અને ઈન્ટરેસ્ટ અમાઉન્ટ એક સાથે મળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ લઈ શકે લાભ?
આ યોજના ભારત દેશની તમામ મહિલાઓ અને છોકરીઓ માટે છે. સગીરાઓ માટે તેમના માતા પિતા કે વાલી ખાતું ખોલાવી શકે છે. 


કેવી રીતે ભરવું ફોર્મ
આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ બેંક કે પોસ્ટ ઓફિસમાંથી લઈ શકાય છે. તેમાં તમારું નામ, એડ્રસ, અને નોમિનીની જાણકારી ભરો. આ સાથે જમા કરવાની એમાઉન્ટ પણ પસંદ કરો. 


જરૂરી ડોક્યુમેન્ટ
ફોર્મ સાથે આ ડોક્યુમેન્ટ્સ પણ જમા કરવા. 


આઈડી પ્રૂફ- આધાર કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ


એડ્રસ પ્રૂફ- આધાર કાર્ડ, આઈડી કે વીજળી-પાણીનું બિલ


ફોટો- એક હાલનો પાસપોર્ટ સાઈઝનો ફોટો


જમા રકમ
આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ સુધી પૈસા જમા કરી શકો છો. પૈસા 100 રૂપિયાના મલ્ટીપલમાં જમા કરી શકાય છે. 


સર્ટિફિકેટ કેવી રીતે મળશે
તમારા ફોર્મ અને દસ્તાવેજો યોગ્ય જણાતા સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે જે તમારા રોકાણની પુષ્ટિ કરશે. 


પૈસા કાઢવાની સુવિધા
આ યોજનામાં એક વર્ષ બાદ તમે તમારા જમા પૈસાના 40 ટકા રકમ સુધીનો ઉપાડ કરી શકો છો. 


યોજનાના નિયમ
આ યોજના પર મળતું વ્યાજ ટેક્સના દાયરામાં આવે છે. MSSC એક સુરક્ષિત અને ઓછા જોખમવાળો વિકલ્પ છે. જે મહિલાઓ માટે એક નાના પીરિયડના સેવિંગ્સ માટે સારું છે. મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ એક સરળ અને સુરક્ષિત વિકલ્પ છે જેનાથી મહિલાઓ પોતાના પૈસા બચાવી શકે છે અને ભવિષ્ય માટે તૈયાર થઈ શકે છે.