નવી દિલ્હી : એક તરફ જ્યારે લોકો પેટ્રોલ- ડીઝલ સહિત મોંઘવારી મુદ્દે રડારોળ કરી રહ્યા છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સતત ક્રૂડ ઓઇલ મોંઘુ થઇ રહ્યું છે અને ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. જેના કારણે હાલ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ ગઇ છે. જો કે આ તમામ બાબતો વચ્ચે દેશનાં ખજાનાનો એક મોટો હિસ્સો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સરકાર એક સાંસદ પર એક વર્ષમાં આશરે 72 લાખ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. એટલે કે 6 લાખ રૂપિયા મહિના. ગત્ત ચાર વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો પર 15.54 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતી અધિકાર (આરટીઆઇ) સાથે ખુલાસો થયો છે કે ગત્ત ચાર વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાા સાંસદોનાં પગાર ભથ્થા પર સરકારી ખજાનામાંથી કુલ 19.97 અબજ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. આ ચુકવણીનો હિસાબ કરીએ તે દરેક લોકસભા સાંસદે પ્રત્યે વર્ષે સરેરાશ 71.29 લાખ રૂપિયાનાં વેતન-ભથ્થા  પ્રાપ્ત કર્યા, જ્યારે દરેક રાજ્યસભા સાંસદને આ મદમાં પ્રત્યેક વર્ષ સરેરાશ 44.33 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. 

મધ્યપ્રદેશનાં નીચમ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, લાંબી મશક્કત બાદ તેમને માહિતીના અધિકાર હેઠળ અલગ-અલગ અરજીઓ પર આ મહત્વની માહિતી મળી છે. આરટીઆઇ પર લોકસભા સચિવાલય દ્વારા માહિતી પુરી પાડવામાં આવી છે. જે આંકડાઓ અનુસાર વર્ષ 2014-15થી 2017-18ની વચ્ચે સંસદનાં આ નિચલા સદનનાં સભ્યોનાં વેતન અને ભથ્થાની ચુકવણી માટે 15,54,20,416 (15.54 અબજ) રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. 

લોકસભાની 545 (જેમાં 543 ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને એંગ્લો- ઇન્ડિયન સમુદાયનાં બે ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે)ની સભ્ય સંખ્યાને આધારે ગણતરી કરે, તો જાણવા મળે છે કે 2014-15થી માંડી 2017-18ની વચ્ચે પ્રત્યેક વર્ષ દરેક લોકસભા સાંસદને વેતન- ભથ્થાના સ્વરૂપમાં સરેરાશ 71,29,390 રૂપિયાની ચૂકવણી કરવામાં આવ્યા. 

રાજ્યસભા સચિવાલયે આરટીઆઇ અર્જી પર જણાવ્યું કે, 2014-15થી માંડીને 2017-18ની વચ્ચે રાજ્યસભા સભ્યોનાં વેતન અને ભથ્થા સ્વરૂપમાં કુલ 4,43,36,82,937 (4.43 અબજ) રૂપિયાની ચુકવણી કરવામાં આવી. રાજ્યસભાની 250 સભ્ય સંખ્યાના આધારે હિસાબ કરવાથી ખબર પડે છે કે આ સમય દરમિયાન પ્રત્યેક સાંસદના વેતન-ભથ્થા પર પ્રત્યેક વર્ષ સરેરાશ 44,33,682 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. 

આ વર્ષે વધ્યું છે વેતન અને ભથ્થું
કેન્દ્ર સરકારે આ વર્ષે સાંસદોના ભથ્થામાં વધારો કર્યો છે. આ વર્ષે એપ્રીલમાં સાંસદના વેતન અને ભથ્થા કમિટીએ સાંસદોની સેલેરીમાં પરિવર્તનને મંજુરી આપી દીધી હતી. સાંસદોનું સંવિધાન ભથ્થું 45 હજારથી 70 હજાર કરવામાં આવ્યું. ફર્નીચર ભથ્થું 75 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યું. સાંસદોની ઓફીસના ખર્ચ ભથ્થાને 45 હજારથી વધારીને 60 હજાર કરવાને મંજુરી આપવામાં આવી. આ વધેલા ભથ્થાથી પહેલા કોઇ સાંસદનાં પારિશ્રમિકોમાં પ્રતિમાસ 50,000 રૂપિયાનાં મુળ વેતન, 45 હજાર રૂપિયા ચૂંટણી ક્ષેત્રનું ભથ્થા ઉપરાંત અન્ય સુવિધાઓ સમાવેશ થતો હતો. સરકાર એક સાંસદ પર આશરે 2.7 લાખ રૂપિયા પ્રતિમાહનો ખર્ચ કરતી હતી.