નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકિઓની સામે સતત ચલાવવામાં આવી રહેલા અભિયાનથી ગભરાયેલા આતંકી હવે વાયુસેના એરબેઝને નિશાન બનાવી શકે છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, સરકારના સૂત્રો ઇન્ટેલિજેન્સ ઇનપુટ મળ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ જાણકારી મળી છે કે, આતંકી આ વખતે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને નિશાન બનાવી શકે છે. આ જાણકારી મળતા જ સુરક્ષા દળએ હાઇ એલર્ટ જાહેર કરી બંને એરબેઝની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...