નવી દિલ્હી: સેવા દરમિયાન શહીદ થનારા સૈન્યકર્મીઓા બાળકોની શિક્ષા માટેના ખર્ચની 10,000 રૂપિયાની મર્યાદાને હટાવવામાં આવી છે. મોદી સરકારે ગુરુવારે આ જાહેરાત કરી. રક્ષા મંત્રાલયના પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર 2017ના આદેશ મુજબ 7માં પગાર પંચ હેઠળ શહીદના બાળકો માટે ટ્યૂશન અને હોસ્ટેલ ખર્ચા માટે 10,000 રૂપિયા પ્રતિ માસની ખર્ચ મર્યાદા નક્કી કરાઈહતી. આ આદેશ એક જૂલાઈ 2017થી અમલી હતો. આ સંબંધે 21 માર્ચ 2018ના આદેશમાં કહેવાયું છે કે સરકારી કે સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાનો, સૈન્ય વિદ્યાલયો, અન્ય શાળાઓ કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો માન્યતા પ્રાપ્ત સંસ્થાનો તથા સ્વાયત્તશાસી સંસ્થાનોમાં ભણનારા માટે નાણાકીય મર્યાદાને હટાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી અરુણ જેટલીએ આ મંજૂરી આપી છે. રાજ્યસભામાં જાન્યુઆરીમાં એક લેખિત જવાબમાં રક્ષારાજ્યમંત્રી સુભાષ ભામરેએ જણાવ્યું હતું કે 2017-18 દરમિયાન કુલ 2679 વિદ્યાર્થીઓમાંથી 193 વિદ્યાર્થીઓને ટ્યુશન અને હોસ્ટેલના નાણાની મર્યાદાથી વધુ રૂપિયા મળી રહ્યાં છે.


ભામરેએ કહ્યું કે તેમાં લગભગ 3 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આ નિર્ણયના અમલી થવાથી 2017-18માં લગભગ 250 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. આ હેઠળ એક વિદ્યાર્થી માટે પ્રતિ વર્ષ વધુમાં વધુ 18.95 લાખ રૂપિયાની રાશી કાઢી શકાય ચે. આ યોજનાની જાહેરાત પહેલીવાર લોકસભામાં 18 ડિસેમ્બર 1981ના રોજ કરવામાં આવી હતી. જેના બે દિવસ પહેલા પાકિસ્તાની સેનાએ ઢાકામાં આત્મસમર્પણ કર્યુ હતું અને જેના કારણે બાંગ્લાદેશ આઝાદ થયું હતું.


મોદી સરકારનો ફેસલો અભૂતપૂર્વ: રઘુવર દાસ
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે શહીદો અને ડ્યૂટી દરમિયાન વિકલાંગ થયેલા સૈનિકોના બાળકોને મળનારી શિક્ષણ સહાયતા માટે વધુમાં વધુ 10,000 રૂપિયાની મર્યાદાને સમાપ્ત કરવાના કેન્દ્રના ફેસલાનું સ્વાગત કર્યુ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ફેસલાને અભૂતપૂર્વ ગણાવ્યો છે. એક ટ્વિટમાં મુખ્યમંત્રી રઘુવર દાસે કેન્દ્ર સરકારના આ ફેસલાનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે શહીદો અને જવાનોના બાળકોનો ભણતરનો ખર્ચ હવે સરકાર ઉઠાવશે. આદરણીય મોદીજી દ્વારા લેવાયેલો આ અભૂતપૂર્વ ફેસલો આપણા શહીદો અને જવાનોના પરિવારો માટે ખુબ મદદગાર સાબિત થશે.