નવી દિલ્હીઃ Anurag Thakur: તહેવારો પહેલા કેન્દ્ર સરકારે જનતા માટે મોટી જાહેરાત કરી છે. આગામી 3 વર્ષમાં 2026 સુધી 75 લાખથી વધુ એલપીજી કનેક્શન મફતમાં આપવામાં આવશે. આ ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે બીજો નિર્ણય એ છે કે 7,210 કરોડ રૂપિયાના ઈ-કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ ફેઝ 3ને આજે મંજૂરી આપવામાં આવી છે. ધ્યેય ઓનલાઈન અને પેપરલેસ કોર્ટની સ્થાપના કરવાનો છે. તેનાથી ન્યાયતંત્ર વધુ પારદર્શક બનશે.


પેપરલેસ અભિયાનનો વધુ ઉલ્લેખ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે કોર્ટ, ઈ-ફાઈલિંગ અને ઈ-પેમેન્ટ સિસ્ટમને સાર્વત્રિક બનાવવામાં આવશે. ડેટા સ્ટોર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ બનાવવામાં આવશે. તમામ કોર્ટ સંકુલોમાં 4,400 ઈ-સેવા કેન્દ્રો સ્થાપવામાં આવશે.


આ પણ વાંચોઃ Lowest home loan rates: આ 10 બેંકો આપી રહી છે સાવ ઓછા વ્યાજે હોમ લોન


કોને મળી શકે છે લાભ
દેશની 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકે છે.
મહિલાઓ ભારતની રહેવાસી હોવી જોઈએ.
મહિલાઓ માટે બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓ પાસે પોતાનું બેંક ખાતું પણ હોવું જોઈએ.
બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.
જો પરિવાર પહેલેથી જ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો તે પરિવારની મહિલાને તેનો લાભ નહીં મળે.
અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.
પછાત વર્ગની મહિલાઓ,
કલમ 11ની યાદીમાં આવતી મહિલાઓ,
બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓ,
વનવાસી પરિવાર,
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ.


આ પણ વાંચોઃ હાઉસવાઇફ માટે બેસ્ટ છે ઈન્વેસ્ટમેન્ટના આ 3 ઓપ્શન, ઓછા સમયમાં બનાવી દેશે મોટુ ફંડ


કઈ રીતે ઓનલાઈન કરશો અરજી
યોજનાનો લાભ મેળવવા માટે, તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ માટે તમારે કેટલીક પ્રક્રિયાને અનુસરવી પડશે. સૌ પ્રથમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સત્તાવાર સાઇટ www.pmuy.gov.in પર જાઓ. હવે હોમ પેજ પર તમારે ડાઉનલોડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમારી સામે ચાર ફોર્મ ડાઉનલોડ કરવાનો વિકલ્પ ખુલશે. જેમાં ઉજ્જવલા ફોર્મ હિન્દી, ઉજ્જવલા ફોર્મ અંગ્રેજી, ઉજ્જવલા કેવાયસી ફોર્મ હિન્દી અને ચોથું ઉજ્જવલા કેવાયસી ફોર્મ અંગ્રેજી શામેલ છે. આ ચાર વિકલ્પોમાંથી, તમે તમારી ભાષા અનુસાર ઉજ્જવલા ફોર્મ પર ક્લિક કરી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ ફોર્મ તમે LPG સેન્ટર પરથી પણ મેળવી શકો છો. ફોર્મની પ્રિન્ટ આઉટ લીધા પછી, તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી જેમ કે તમારું નામ, ઉંમર, સરનામું ભરો. ફોર્મમાં જરૂરી દસ્તાવેજોની યાદી પણ માંગવામાં આવશે. તેમને ફોર્મ સાથે જોડો.

હવે એકવાર ફોર્મ વાંચો અને તેને તમારા નજીકના એલપીજી સેન્ટર પર સબમિટ કરો. આ પછી, જ્યારે તમારું ફોર્મ અને તમામ દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ જશે, ત્યારે તમને મફતમાં ગેસ કનેક્શન મળશે. તમે LPG સેન્ટરમાં ગયા વિના પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube