કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ટીએમસીના એક નેતાની હત્યા બાદ હિંસામાં 8 લોકોને જીતવા સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટના પર રાજ્યપાલ જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કરતા મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યુ છે. તો કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય હિંસાની સંસ્કૃતિ અને જંગલરાજના હવાલે
રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વીટ કરી લખ્યુ- ભયાનક હિંસા અને આગકાંડની ઘટનાથી સંકેત મળે છે કે રાજ્ય હિંસાની સંસ્કૃતિ અને જંગલરાજના હવાલે છે. અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. આ વિશે મેં ચીફ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઘટનાથી મને ખુબ દુખ થયુ છે. મારી સંવેદનાઓ પીડિતોના પરિવારોની સાથે છે. 


પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા સરકાર પર સાધ્યુ નિશાન
રાજ્યપાલના આ નિવેદનને મમતા બેનર્જી સરકાર પર સીધો હુમલો માનવામાં આવી રહ્યો છે. તો મમતા બેનર્જી સરકારે આ ઘટનાની તપાસ માટે એસઆઈટી બનાવી છે. 


જેલમાં બંધ કેદીઓ સાથે શું કરવા જઈ રહી છે મોદી સરકાર? લીધો મોટો નિર્ણય


આટલી મોટી ઘટના બાદ પણ ટીએમસી નેતાઓ તેને નજરઅંદાજ કરી રહ્યા છે. ટીએમસી નેતાઓનો દાવો છે કે આ ઘટના આગને કારણે નહીં પરંતુ શોર્ટ સર્કિટને કારણે થઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ પ્રમાણે એક ઘરમાં 7 લોકોના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહ એટલા સળગી ગયા હતા કે તેને ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. તો કેન્દ્ર સરકારે પણ બંગાળમાં તપાસ કમિટી મોકલવાનો નિર્ણય કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube