રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનર્જીને લખ્યો પત્ર, બીરભૂમ હિંસા પર ચર્ચા માટે બોલાવ્યા
ધનખડે મમતા બેનર્જીને લખેલા પત્રમાં લખ્યુ કે, હાલમાં ચિંતાજનક ઘટનાક્રમ વધેલી અરાજકતા અને હિંસાને દર્શાવે છે. તેવામાં જરૂરી છે કે તમે રાજભવનમાં વાતચીત માટે જલદી સમય કાઢો.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે બીરભૂમ હિંસા પર વાતચીત કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજભવન બોલાવ્યા છે. મુખ્યમંત્રી બેનર્જીને લખેલા પત્રમાં રાજ્યપાલે હાલની ઘટનાને ચિંતાજનક ગણાવતા તેમને જલદીથી જલદી વાતચીત માટે સમય કાઢવાનું કહ્યું છે. રાજ્યપાલે પત્રમાં કહ્યું કે હાલમાં ચિંતાજનક ઘટનાઓ રાજ્યમાં વધેલી અરાજકતા અને હિંસાને દર્શાવે છે.
ધનખડે મમતા બેનર્જીને લખેલા પત્રમાં લખ્યુ કે, હાલમાં ચિંતાજનક ઘટનાક્રમ વધેલી અરાજકતા અને હિંસાને દર્શાવે છે. તેવામાં જરૂરી છે કે તમે રાજભવનમાં વાતચીત માટે જલદી સમય કાઢો. બંધારણ અને કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં પહેલાથી લચર શાસનને હાલમાં રામપુરહાટ અને વિધાનસભાની ઘટનાઓએ વધુ તણાવપૂર્ણ બનાવી દીધું છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દાર્જિલિંગમાં છે. તેમણે સોમવારે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતૃત્વવાળી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓની સાથે સહયોગ કરશે, પરંતુ તેમણે ચેતવણી પણ આપી કે જો સીબીઆઈ ભાજપના ઈશારા પર કંઈ કરે છે તો તેમની પાર્ટી વિરોદ માટે રોડ પર ઉતરશે.
આ પણ વાંચોઃ Delhi Budget Session: સીએમ કેજરીવાલે કેમ કહ્યું? મેં દેશ માટે ઇનકમ ટેક્સની નોકરી છોડી દીધી
ધનખડે પોતાના પત્રમાં મમતા બેનર્જીના તે નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી છે જેમાં મુખ્યમંત્રીએ સીબીઆઈ તપાસના વિરોધમાં રોડ પર ઉતરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, સીબીઆઈ તપાસ કોલકત્તા હાઈકોર્ટની દેખરેખમાં થઈ રહી છે. રાજ્યપાલ તરફથી મુખ્યમંત્રીને આ પત્ર વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેંદુ અધિકારી સહિત પાંચ ભાજપ ધારાસભ્યોને બાકી સત્રમાં સસ્પેન્ડ કર્યાના એક દિવસ બાદ મોકલવામાં આવ્યો છે.
ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે રાજ્યપાલ પર ભાજપનું પ્રતિનિધિત્વ કરવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનું માનવું છે કે ઘણા રાજ્યોની તુલનામાં પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી છે. જે પણ આવી ઘટનાઓ થઈ તેના વિરુદ્ધ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલ જાણે છે કે ભાજપે પોતાનું જન સમર્થન ગુમાવી દીધુ છે તેથી સરકારને બદનામ કરવા માટે મુદ્દેને ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube