ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલનાથને આવતીકાલે (મંગળવાર, 17 માર્ચ)એ ફ્લોટ ટેસ્ટ કરવાનું કહ્યું છે. રાજ્યપાલે કમલનાથને લખેલા પત્રમાં કહ્યું કે, જો કાલે ફ્લોર ટેસ્ટ ન થયો તો માનવામાં આવશે કે તમારી સરકારે વિશ્વાસ ગુમાવી દીધો છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને તેમની સાથે ભાજપના 106 ધારાસભ્યોની પરેડ કરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને ધારાસભ્યોની યાદી સોંપી હતી. તેમણે કહ્યું કે, કમલનાથ સરકાર અલ્પમતમાં છે અને ભાજપની પાસે સરકાર બનાવવાનો બંધારણીય અધિકાર છે. 


આ પહેલા મધ્ય પ્રદેશના રાજકીય સંકટનું સમાધાન વિધાનસભાના ફ્લોર પર ન થતાં ભાજપે રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન થયો. વિધાનસભાના સત્રને 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.


સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ભાજપ
મધ્યપ્રદેશ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ ન થવાથી નારાજ ભાજપ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. ભાજપે 48 કલાકની અંદર મામલાની સુનાવણી કરવાની માગ કરી છે. 


નિયમોનું પાલન કરોઃ લાલજી ટંડન
વિધાનસભાની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ રાજ્યપાલ લાલજી ટંડન ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેમણે કહ્યું, 'બધાએ બંધારણ હેઠળ નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી મધ્યપ્રદેશની ગરિમા જળવાઈ રહે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...