J&Kમાં રાજ્યપાલ શાસનને કારણે અધિકારીઓથી માંડી MLA ખુશ
ધારાસભ્યોનાં પગાર અને ભથ્થા ચાલુ રહેશે જેનાં કારણે તેઓ ખુશ તો અધિકારીઓ પર રાજકીય પ્રેશર નહી રહેતા તેઓ પણ ખુશ
નવી દિલ્હી : પીડીપી સાથે ભાજપે છેડો ફાડ્યા બાદ મુખ્યમંત્રી તરીકે મહેબુબા મુફ્તીએ રાજીનામું આપ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. એક દશકમાં આ ચોથી ઘટના છે જ્યારે રાજ્યપાલ શાસન લાગ્યું છે. રાજ્યપાલ એન.એન વોહરાએ શ્રીનગરમાં ઘણી બેઠકો યોજી હતી જેમાં સુરક્ષા ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી. થલસેના પ્રમુખ જનરલ વિપિન રાવતે કહ્યું કે, ખીણમાં આતંકવાદીઓની વિરુદ્ધ હાલનાં સૈન્ય અભિયાન પહેલાની જેમ જ ચાલુ રાખશે.
ગત્ત એક દશકમાં ચોથીવાર રાજ્યમાં કેન્દ્રીય શાસન લાગ્યું અને સંયોગવશ ચારેય વખત વોહરા જ રાજ્યપાલ હતા. વોહરા જૂન 2008માં જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ બન્યાહ તા. છેલ્લા ચાર દશકોમાં રાજ્યમાં આઠમી વાર રાજ્યપાલ શાસન લાગ્યું છે.
ધારાસભ્યો માટે સારા સમાચાર
વિધાનસભા ફરજરિક્ત હોવાનો અર્થ છે કે ધારાસભ્યો પોતાની સીટ નહી ગુમાવે. જો કે તેઓ પોતાની રાજકીય શક્તિ ગુમાવી દેશે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ નવો કાયદો ઘડવા સમર્થ નરી રહે. જો કે તેમનાં પગાર અને ભથ્થા યથાવત્ત ચાલુ રહેશે. માટે વિધાનસભા ફરજરિક્ત છે પરંતુ ધારાસભ્ય નહી.
અધિકારીઓ પણ ખુશ
માત્ર ધારાસભ્યો જ નહી પરંતુ જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસપી વૈદ્ય ખુશ છે કારણ કે તેમના માટે રાજ્યપાલ શાસનમાં કાર્ય કરવું ખુબ જ સરળ થશે. બુધવારે વૈદ્યે એક સમાચાર ચેનલને કહ્યું કે, રાજ્યપાલ શાસનમાં સુરક્ષા એજન્સીઓ માટે આતંકવાદની વિરુદ્ધ ઓપરેશન ચલાવવું સરળ થઇ જશે.