નવી દિલ્હી : જો તમે દેશમાં કોરોના વાયરસ  (Coronavirus) વધતા કેસથી પરેશાન છો તો હવે તેની ચિંતા કરવાનું છોડી દો.  દેશની ત્રણ મોટી દવા નિર્માતા કંપનીઓએ કોરોના વાયરસનાં વાયરસની રસી શોધી કાઢી છે. સૌથી મહત્વની વાત છે કે, આ ત્રણેય રસીને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવાની મંજૂરી પણ મળી ચુકી છે. કેન્દ્ર સરકારે ત્રણેય કંપનીઓને યુદ્ધસ્તર પર રસી તૈયાર કરવા માટે કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ramayan મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કર્યું ટ્વીટ, કરી મોટી વાત

ખુબ જ ઝડપથી તૈયાર થઇ રસી
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI) ડૉ. વીજી સોમાનીએ જી ન્યૂઝ ડોટકોમને જણાવ્યું કે, ગત્ત અઠવાડીયે જ કેન્દ્ર સરકારે દેશની ત્રણ દવા કંપનીઓને કોરોના વાયરસ સામે લડનારી રસીનાં ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. આ તમામ કંપનીઓને કહેવાયું છે કે, રસીને ફાસ્ટટ્રેક હેઠળ તૈયાર કરવામાં આવે. જેથી ઝડપથી કોરોના વાયરસ સંક્રમિત લોકોને બચાવવામાં આવી શકે.


વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું કેન્દ્રનું મોટુ પગલું, 7 મેથી શરૂ થશે ઘરવાપસી

આ મુદ્દે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ભારતીય કંપની ગ્લેનમાર્ક (Glenmark), કેડિલા હેલ્થકેર(Cadila Healthcare)  અને સીરમ ઇંસ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ (Serum Institute of India) કોરોના વાયરસ સામે લડવા માટેની રસી તૈયાર કરી લીધી છે. ત્રણેય કંપનીઓની રસી શરૂઆતી સંશોધમાં વાયરસની વિરુદ્ધ ખુબ જ પ્રભાવી છે. હવે કંપનીઓએ કહ્યું કે, ભારતમાં હોસ્પિટલની નીશાનદેહી કરી આ રસીને દર્દીઓમાં ઉપયોગ કરીને જુએ. સુરક્ષા તપાસમાં સફળ દવાઓને દેશમાં રસી બનાવવા માટેની પરવાનગી આપવામાં આવશે.


J&K હંદવાડમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ, 1 આતંકવાદી ઠાર

અત્રે ઉલ્લેખનીય છે કે, સીરમ (પુણે) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તૈયાર કરાયેલી રસી ChAdOx1નું જ ભારતમાં ક્લીનિકલ ટ્રાયલ કરશે. આ ઉપરાંત ગ્લેનમાર્કે ફાવિપીરાવિર (Favipiravir) નામની એક દવા તૈયાર કરી છે. કેડિલા હેલ્થકેરે પણ  આ વાયરસને મારવા માટે alfa 2b નામની રસી તૈયારી કરી છે. આશા છે કે આ અઠવાડીયાથી આ તમામ રસીનાં ટ્રાયલ ચાલુ થઇ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube