નવી દિલ્હી : સરકારે સ્થાયી ખાતા નંબર (PAN) સાથે બાયોમેટ્રિક ઓળખ આધારને જોડવાની સમયસીમાને છ મહિના વધારીને 30 સપ્ટેમ્બર, 2019 કરી દીધી છે. એક અધિકારીક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ છઠ્ઠીવખથ છે જ્યારે સરકારે પાનને આધાર સાથે જોડવા માટે સમયસીમા વધારી છે. સરકારે ગત વર્ષે જુનમાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિને 31 માર્ચ સુધી પોતાની બાયોમેટ્રિક ઓળખ વાળી સંખ્યા પૈનની સાથે જોડવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Modi: 5 વર્ષ સુધી મે માત્ર ખાડા ભર્યા, હવે દેશની જનતાની આશા પુર્ણ કરીશ

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ આજે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું કે, જો કોઇ વિશિષ્ટ છુટ નહી આપવમાં આવે તો આધાર અને પાનને લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2019 છે. જો કે આ સાથે જ તેમ પણ કહ્યું કે, 1 એપ્રીલ 2019થી આવકવેરા રિટર્ન ભરતા સમયે આધારનંબરનો ઉલ્લેખ કરવો ફરજીયાત થઇ જશે. સીબીડીટીએ કહ્યું કે, એવા અહેવાલો આવી રહ્યા છે કે  જો 31 માર્ચ સુધીમાં આધાર અને પાન લિંક નહી કરવામાં આવે તો  તેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2019 છે. જો કે આ સાથે જ તેમ પણ કહેવાઇ રહ્યું છે કે 1 એપ્રીલ 2019થી આવકવેરા રિટર્ન ભરતા સમયે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજીયાત થઇ જશે. 

સીબીડીટીનાં અનુસાર આ પ્રકારનાં અહેવાલો પર ધ્યાન ન આપવામાં આવે. આ પ્રકારનાં અહેવાલ બાદ સીબીડીટીએ વધારે એક વખત સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ કરી દીધી છે. જો કોઇ વિશેષ છુટ ન આપવામાં આવે તો આ તારીખ અંતિમ તારીખ રહેશે. આ ઉપરાંત આવકવેરા રિટર્ન ભરતા સમયે અરજી સાથે આધારકાર્ડ નંબર આપવો પણ ફરજીયાત રહેશે.