નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે પોતાના સંબોધનમાં રસીકરણ અભિયાનની સંપૂર્ણ પણે જવાબદારી કેન્દ્ર સરકારના ખભા પર હોવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યોની અપીલ પર પહેલા રસીકરણની 25 ટકા જવાબદારી રાજ્યોને આપવામાં આવી હતી. બાદમાં તેમાં સમસ્યા જોવા મળી. હવે 21 જૂનથી રસીકરણની તમામ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને ફ્રી રસી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે અન્ય મોટી જાહેરાત કરી છે. હવે નવેમ્બર 2021 સુધી દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવશે. કેન્દ્રએ પાછલા વર્ષે પણ આ સ્કીમ ચલાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી સંકટ સામે આવ્યું છે. એટલે સરકાર આ સ્કીમ લાવી છે.


- દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા, ખાનગી સેક્ટરની હોસ્પિટલ સીધી લઈ શકે તે વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલ વેક્સિનની નક્કી કિંમત પર પ્રતિ ડોઝ વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકશે. તેનું ધ્યાન રાખવાની જવાબદારી રાજ્ય સરકારો પાસે રહેશે.


- દેશની કોઈ રાજ્ય સરકારે વેક્સિન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને ફ્રી વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવશે. 


- 21 જૂન, સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા નિાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને ફ્રી વેક્સિન આપશે. વેક્સિન નિર્માતાઓ પાસેથી કુલ વેક્સિન ઉત્પાદનના 75 ટકાની ખરીદી ભારત સરકાર કરી રાજ્યોને ફ્રી આપશેઃ પીએમ મોદી


- બીજીતરફ કોઈએ કહ્યું કે, ઉંમરની મર્યાદા આખરે કેન્દ્ર સરકારે કેમ નક્કી કરે? કેટલાક અવાજો ઉઠ્યા કે વૃદ્ધોનું વેક્સિનેશન પહેલા કેમ થઈ રહ્યું છે? અલગ-અલગ રીતે દબાવ પણ બનાવવામાં આવ્યો, દેશના મીડિયાના મીડિયાના એક વર્ગે પણ આ કેમ્પેનના રૂપમાં ચલાવવામાં આવ્યુંઃ પીએમ મોદી


- આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થઈને એપ્રિલ મહિનાના અંત સુધી, ભારતનો વેક્સિનેશન કાર્યક્રમ મુખ્યત્વે કેન્દ્ર સરકારની દેખરેખમાં ચાલ્યો. બધાને ફ્રી વેક્સિન આપવાના માર્ગ પર દેશ આગળ વધી રહ્યો હતો. દેશના નાગરિક પણ, નિયમોનું પાલન કરતા પોતાનો વારો આવે ત્યારે રસી લઈ રહ્યાં હતા. 


- રાજ્ય સરકારોને લૉકડાઉનની છૂટ કેમ મળી રહી નથી? One Size Does Not Fit All જેવી વાતો પણ કહેવામાં આવીઃ PM @narendramodi


- છેલ્લા કેટલાક સમયથી દેશ સતત જે પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યો છે, તેનાથી આવનારા દિવસોમાં વેક્સિનની સપ્લાયમાં વધુ વધારો થવાનો છે. આજે દેશમાં 7 કંપનીઓ, વિભિન્ન પ્રકારની વેક્સિનનું પ્રોડક્શન કરી રહી છે. ત્રણ અન્ય વેક્સિનની ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહી છેઃ પ્રધાનમંત્રી


- અમે દરેક આશંકાને દૂર કરતા ભારતે 1 વર્ષની અંદર એક નહીં પરંતુ બે મેક ઈન ઈન્ડિયા વેક્સિન લોન્ચ કરી. આપણા દેશે, વૈજ્ઞાનિકોએ દેખાડી દીધુ કે ભારત મોટા-મોટા દેશથી પાછળ નથી. આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દેશમાં 23 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે, 2014માં વેક્સિનેશનનું કવરેજ માત્ર 60 ટકા હતુ, જો આ ગતિથિ આગળ ચાલત તો દેશમાં રસીકરણમાં 40 વર્ષ લાગી જાત. અમે વેક્સિનેશનની સ્પીડ વધારી અને તેનું વર્તુળ વધાર્યું. પીએમ મોદીએ કહ્યું કે, ભારતને કોરોનાએ ઘેરી લીધો હતો, પરંતુ એક વર્ષમાં ભારતે બે વેક્સિન બનાવી લીધી અને અત્યાર સુધી 23 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે, કોરોના વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર કોવિડ પ્રોટોકોલ છે અને વેક્સિન સુરક્ષા કવચ છે. 


- તમે છેલ્લા 50-60 વર્ષનો ઈતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે ભારતને વિદેશથી વેક્સિન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સિનનું કામ પૂરુ થયા બાદ પણ આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ શક્તું નહતુંઃ પીએમ મોદી


- આજે વિશ્વમાં વેક્સિન માટે જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સિન બનાવતી કંપનીઓ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું સ્થિતિ હોત? પીએમ


- સેકેન્ડ વેવ દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં અકલ્પનીય રૂપથી વધારો થયો. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલી માત્રામાં મેડિકલ ઓક્સિજનની જરૂરીયાત ઉભી થઈ નથી. આ જરૂરીયાત પૂરી કરવા માટે યુદ્ધ સ્તર પર કામ કરવામાં આવ્યું. 


- કોરોનાની બીજી લહેર સામે ભારતની લડાઈ ચાલી રહી છે. દેશ મહામારી સામે અનેક મોર્ચા પર લડી રહ્યો છે. આ સમયમાં મોટા પાયે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યુંઃ પ્રધાનંત્રી


- કોરોના વિશ્વમાં છેલ્લા 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી છે. આવા સંકટનો સામનો છેલ્લા 100 વર્ષમાં વિશ્વએ ક્યારેય કર્યો નથીઃ પ્રધાનમંત્રી મોદી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube