કોરોના પર પીએમ મોદીએ કર્યું ટ્વીટ- ડરો નહીં, સાવચેતી રાખો, જરૂર ન હોય તો વિદેશ યાત્રા ટાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ વિશ્વ બાદ ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 73 કેસ સામે આવી ચુક્યા છે. કેરલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં ભર્યા છે. વિદેશથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તો ભારત સરકારે ગઈકાલે વિદેશથી આવતા લોકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરવાનો પણ નિર્ણય લીધો હતો. હવે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમારા મંત્રીઓ પણ વિદેશ પ્રવાસ કરશે નહીં. તમે પણ જરૂર ન હોય તો વિદેશ પ્રવાસ કરવાનું ટાળજો.
પીએમ મોદીએ કર્યું ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રી વિદેશ યાત્રાએ જઈ રહ્યાં નથી. હું મારા દેશવાસીઓને વિનંતી કરીશ કે જો જરૂરી ન હોય તો વિદેશ યાત્રા ન કરો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે સભાઓમાં જતાં બચવું જોઈએ. આ રીતે આપણે કોરોનાને ફેલાતો રોકી શકીએ છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube