U-WIN: સરકારે લોન્ચ કર્યું યુ-વિન પ્લેટફોર્મ, ગર્ભવતી મહિલાઓ અને બાળકોનું રસીકરણ સરળ બનશે
ભારત સરકારે Co-WIN પ્લેટફોર્મની સફળતા બાદ હવે ગર્ભવતી મહિલાઓના રજિસ્ટ્રેશન અને રસીકરણના હેતુથી U-WIN નામથી એક નવો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. ભારતના યુનિવર્સલ રસીકરણ કાર્યક્રમ (UIP) ન ડિજિટાઈઝ કરવાના આ કાર્યક્રમને પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓમાં પાયલટ મોડમાં શરૂ કરાયો છે.
ભારત સરકારે Co-WIN પ્લેટફોર્મની સફળતા બાદ હવે ગર્ભવતી મહિલાઓના રજિસ્ટ્રેશન અને રસીકરણના હેતુથી U-WIN નામથી એક નવો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. ભારતના યુનિવર્સલ રસીકરણ કાર્યક્રમ (UIP) ન ડિજિટાઈઝ કરવાના આ કાર્યક્રમને પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓમાં પાયલટ મોડમાં શરૂ કરાયો છે.
સૂત્રોએ જણાવ્યું કે આ મંચનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓના રજિસ્ટ્રેશન અને રસીકરણ કરવા, પ્રસવને રેકોર્ડ કરવા, નવજાતનું રજિસ્ટ્રેશન કરવા જન્મ બાદ રસીનો ડોઝ આપવા અને અન્ય રસીકરણ કાર્યક્રમો માટે કરાશે. યુ-વીન (U-WIN) પર રસીકરણ સેવાઓ, રસીકરણની તાજી સ્થિતિ, વિતરણ, નિયમિત રસીકરણ સત્ર કરાવવાની યોજના અને એન્ટીજન વાઈઝ કવરેજ જેવી જાણકારી ભેગી કરાશે. સૂત્રોએ જણાવ્યું કે U-WIN પર તમામ ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના રસીકરણ માટે વ્યક્તિગત ટ્રેકિંગ, આગામી ડોઝ માટે રિમાઈન્ડર, અને ડ્રોપઆઉટના ફોલોઅપ માટે ડિજિટલ રજિસ્ટ્રેશન કરી શકાશે. એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તમ યોજના અને રસીકરણ માટે સ્વાસ્થ્ય કાર્યકર્તા અને કાર્યક્રમ મેનેજર નિયમિત રસીકરણ સત્ર અને રસીકરણ કવરેજના રિયલ ટાઈમ ડેટા ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે.
ગર્ભપાત કરાવવો જોઈએ કે નહીં એ અધિકાર ફક્ત મહિલાને, કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી
મોદી સરકારની આ યોજનામાં મળે છે મફતમાં સારવાર, ગોલ્ડનકાર્ડ આપશે 5 લાખનો લાભ
આ સરકારી નોકરી મળી તો 5 પેઢી તરી જશે, જાણી લો પગાર સાથે કેવી મળે છે સુવિધાઓ
65 જિલ્લાઓમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત
ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આભા આઈડી (આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા) હેઠળ રસીકરણ કાર્ડ બનાવવામાં આવશે અને તમામ રાજ્યો અને જિલ્લાઓના લાભાર્થીઓને ટ્રેક કરવા તથા રસીકરણ માટે એક સામાન્ય ડેટાબેઝ સુધી પહોંચી શકાય છે. અધિકારીએ જણાવ્યું કે આ મંચ દ્વારા લોકો નિયમિત રસીકરણ સત્રની તપાસ કરવા સાથે એપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકે છે. તેમણે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના 65 જિલ્લાઓમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે યુ વીન શરૂ કરાયું છે અને કર્મચારીઓ તથા સ્વાસ્થ્ય કર્મીઓને આ માટે તાલિમ અપાઈ છે. તેનાથી રેકોર્ડ સહિત સમગ્ર રજિસ્ટ્રેશન પ્રણાલી ડિજિટલ થઈ જશે. જેનાથી લાભાર્થીઓને ટ્રેક કરા સરળ રહેશે.
ફિઝિકલ રેકોર્ડ રાખવાની પરેશાની દૂર થશે
યુઆઈપી હેઠળ રસીકરણ રેકોર્ડને અત્યાર સુધી મેન્યુઅલ રીતે જાળવી રાખવામાં આવે છે. હવે ફિઝિકલ રેકોર્ડ રાખવાની પરેશાની પણ દૂર કરશે. આ ડિજિટલાઈઝેશન અને વાસ્તવિક સમયના આધારે રસીકરણની સ્થિતિને અપડેટ કરવામાં સક્ષમ હશે. લાભાર્થી પહેલેથી રસીકરણ માટે સ્લોટ બુક કરી શકશે. એક અધિકારીએ જણાવ્યું કે સમગ્ર રસીકરણ કાર્યક્રમનું ડિજિટલાઈઝેશન થયા બાદ લાભાર્થીઓને તરત પ્રમાણપત્ર મળી જશે અને તેઓ તેને ડાઉનલોડ પણ કરી શકે છે. આ પ્રમાણપત્રોને ડિજી લોકર્સમાં રાખવામાં આવશે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube