નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.2.50નો ઘટાડો કરાયો હતો. હવે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ નીચે લઈ જવાનું આયોજન કરી રહી છે. સરકાર દેશની પ્રજાને મોંઘા થયેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાંબા સમય માટે રાહત આપવાનું વિચારી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર તરફથી જો આ નવું આયોજન લાગુ થઈ જશે તો પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ.3થી 4નો ઘટાડો થઈ જશે. હકીકતમાં, સરકારનું પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ 10 ટકાથી વધારીને 20 ટકા કરવાનું આયોજન છે. 


ઓઈલ મીલને વધુ લોન આપવાની તૈયારી
ઈથેનોલનું ઉત્પાદન વધારવા માટે સરકાર નવાં પગલાં પણ લઈ શકે છે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ ઈથેનોલનું ઉત્પાદન વધારવા સરકાર ખાંડની મીલોને વધારાની લોન આપવાની પણ તૈયારી કરી રહી છે. તેના અંગે સરકાર તરફથી એક ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ગયો છે. 


નાણા મંત્રાલયે તેના પર સહમતી વ્યક્ત કરી છે. પીએમઓમાં આ પ્રસ્તાવ પાસ થયા બાદ તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 


પેટ્રોલ સસ્તુ કરવા મોદી સરકારે બનાવ્યો ‘ગેમચેન્જર પ્લાન’, જોતી રહી જશે દુનિયા


ઈથેનોલનું પ્રમાણ વધારવા સહમતી 
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવા અંગે સહમતી સધાઈ ગઈ છે. આ પ્રસ્તાવ પસાર થયા બાદ ઈથેનોલનો વપરાશ વધવો નક્કી છે. 



આ બાબતને ધ્યાનમાં રાખીને ખાંડની કંપનીઓને ઈથેનોલ પ્લાન્ટ લગાવવા માટે સરકાર તરફથી લોન પણ આપવામાં આવી શકે છે. સરકાર દ્વારા પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે શેરડીમાંથી બનાવવામાં આવતા ઈથેનોલના ભાવમાં સપ્ટેમ્બરમાં 25 ટકાનો ઘટાડો કરાયો હતો. 


ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મોલેસિસ ઈથેનોલના ભાવ વધારીને રૂ.52.40 પ્રતિ લીટર અને શેરડીમાંથી બનતા ઈથેનોલના ભાવ વધારીને રૂ.59 પ્રતિ લીટર કરી દેવાયા છે. 


ભાવ વધાર્યા બાદ સરકારને આશા છે કે, તેનાથી ખાંડની મીલો ઈથેનોલનું વધુ ઉત્પાદન કરશે. નિષ્ણાતોનું માનવું છે કે, ઈથેનોલનું ઉત્પાદન વધવાથી બે ફાયદા થશે. પ્રથમ પેટ્રોલનાં ભાવમાં ઘટાડો થશે, બીજું ખાંડની મીલોનો વેપાર વધશે, જેનાથી ખાંડ મીલો ખેડૂતોના બાકીનાં લેણાં ઝડપથી ચૂકવી શકશે.