નવિ દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ વિશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ પર સરકારી સુત્રોએ પલટવાર કરતા કહ્યું કે, ડિસેમ્બર 1999માં કાંધાર વિમાન હાઇજેક કાંડ બાદ આતંકવાદી મસૂદ અઝહરની મુક્તિનો નિર્ણય રાજકીય હતો. તે સમયે અજીત ડોભાલ ગુપ્ત બ્યુરો (આઇબી)ના એડિશનલ ડિરેક્ટર હતા અને તેમને અઝહરની મુક્તિના સમય પર હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસ: કોર્ટ આજે આપી શકે છે ચૂકાદો, થયા હતા 68 ના મોત


સરકારી સૂત્રોએ એ પણ કહ્યું કે, અજીત ડોભાલે મૌલાના મસૂદ અઝહરની મુક્તિનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. અને તેમની તત્કાલીન રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર (એનએસએ) બ્રજેશ મિશ્રાની સાથે તીવ્ર ચર્ચા પણ થઇ હતી. ડોભાલે કહ્યું હતું કે આતંકવાદીની મુક્તિ થવી જોઇએ નહીં અને વિમાન અપહરણકર્તાઓના હાથમાંથી લોકોને છોડાવવા માટે 24 કલાક માગ્યા હતા. તેમણે કહ્યું પણ હતું કે જો કાર્યવાહીમાં 4-5 લોકોને જાનહાની થાય તો પણ બાકી બધાને બચાવીને લઇ આવીશું. અજીત ડોભાલ કાંધારમાં 26 ડિસેમ્બરથી હાજર હતા. મસૂદ અઝહર અને બાકી બે અન્ય આતંકિવાદીઓની મુક્તિ 31 ડિસેમ્બર 1999 એ થઇ હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....