દમોહ: જિલ્લાના સૌથી મોટા પ્રશાસનિક ચીફ એટલે કે કલેક્ટરની ગાડી અને તેમની ઓફિસનું ફર્નિચર જપ્ત કરવામાં આવશે. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશ પર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ આદેશનું કારણ એક જનહિત અરજી છે. જે છેલ્લા 32 વર્ષથી ચાલી રહી હતી અને તેના પર ચુકાદો આપવામાં આવ્યો છે. આ મામલાની વિગતો એવી છે કે દમોહના એક વ્યક્તિ સુશીલ જૈને સન 1987માં પશુ ચિકિત્સા વિભાગમાં બહાર પડેલી નોકરી માટે અરજી કરી હતી, પરંતુ સરકારી તંત્રે બેદરકારી વર્તતા તેની યોગ્યતાને બાજુ પર હડસેલીને ઓછા અંકવાળાની નિયુક્તિ કરી. 


જેને લઈને સુશીલ જૈને 32 વર્ષ અગાઉ દમોહ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે ચુકાદો સુશીલના પક્ષમાં આપ્યો પરંતુ સરકાર મામલો ખેંચતી ગઈ અને પહેલા મધ્ય પ્રદેશ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો. 


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2019ને આદેશ આપતા મધ્ય પ્રદેશની સરકારને 20 લાખ રૂપિયાનું વળતર સુશીલ જૈનને આપવાનો આદેશ કર્યો પરંતુ ચાર મહિના વીતી જવા છતાં સરકારે જ્યારે આ રકમ ન આપી તો એકવાર ફરીથી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પીડિત સુશીલે દમોહ કોર્ટમાં શરણ લીધી અને કોર્ટની અવગણના ગણતા કોર્ટે આદેશ આપ્યો કે દમોહના કલેક્ટરની સરકારી ગાડી  અને તેની ચેમ્બરનું ફર્નીચર જપ્ત કરીને પીડિત સુશીલને 20 લાખની રકમ આપી દેવામાં આવે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...