નવી દિલ્હી: સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં શુક્રવારે એન95 સહિત અન્ય માસ્ક અને સેનેટાઇઝરને જૂન સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણી લાવવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ ફેલવાની સાથે આ બંને વસ્તુઓના ઉત્પાદનોમાં ઘટાડો અને કાળાબજારીના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર ઉત્પાદન અનિવાર્ય વસ્તુ શ્રેણીમાં જૂન સુધી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પગલાનો હેતુ લોકોને માસ્ક અને સેનેટાઇઝર વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાનો અને જમાખોરી તથા કાળાબજારી નાથવાનો છે. સરકારે અનિવાર્ય વસ્તુ અધિનિયમ હેઠળ આદેશને જાહેર કર્યો છે. તેમાં માસ્ક જેવા 2 પ્લાઇ અને 3 પ્લાઇ સર્જિકલ માસ્ક, એન95 માસ્ક અને હાથ સાફ કરવામાં ઉપયોગ થનાર સેનેટાઇઝરને 30 જૂન 2020 સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. 


આ નિર્ણયથી કેન્દ્ર સાથે-સાથે રાજ્યોને માસ્ક અને સેનેટાઇઝરના ઉત્પાદન, ગુણવત્તા અને વિતરણનું નિયમન કરી શકશે. સાથે જ તેનાથી વેચાણ અને ઉપલબ્ધતા સુચારુ રહેશે અને સટોડિયાના વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકશે. કોરોના વાયરસ ફેલાવવાના કારણે માસ્ક અને સેનેટાઇઝરની ડિમાન્ડ વધવાની સાથે બજારમાં તે ઉપલબ્ધ ન થતાં અથવા ઉંચા ભાવે વેચાવવાના સમાચાર બાદ આ પગલું ભર્યું છે. અનિવાર્ય વસ્તુ અધિનિયમન હેઠળ ગરબડી કરતાં સાત વર્ષની જેલની જોગવાઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube