નવી દિલ્હી: દિલ્હી સરકારે કોરોના માટે Graded Response એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ કોરોના ત્રીજા વેવને (Corona Third Wave) ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામેના જંગમાં પ્રશાસન ચાર પ્રકારના એલર્ટ અનુસાર પગલા લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GRAP માં ચાર પ્રકારના એલર્ટ
આજે થયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની (DDMA) આજે મળેલી બેઠકમાં Graded Response એક્શન પ્લાનને (GRAP) મંજૂરી આપવામાં આવી હતી. આ Graded Response એક્શન પ્લાનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે ક્યારે અને કયા સંજોગોમાં કઇ કાર્યવાહી કરવામાં આવશે. આ GRAP માં ચાર પ્રકારના એલર્ટ હશે. લેવલ-1 (યેલ્લો), લેવલ-2 (એમ્બર), લેવલ-3 (ઓરેન્જ) અને લેવલ-4 (રેડ).


આ પણ વાંચો:- કોરોનાને હરાવશે કડકનાથ! રિસર્ચ સેન્ટરે ICMR ને આપ્યું આ સૂચન


લેવલ-1 (યેલ્લો) - આ ત્યારે લાગુ થશે જ્યારે સસત બે દિવસ સુધી પોઝિટિવિટી રેટ 0.5% કરતા વધારે હોય. છેલ્લા 1 અઠવાડિયામાં 1500 નવા કેસ આવશે અથવા એક અઠવાડિયામાં 500 ઓક્સિજન બેડ પર દર્દીઓ દાખલ કરવા જોઈએ.


લેવલ-2 (એમ્બર) - આ ત્યારે લાગુ થશે જ્યારે પોઝિટિવિટી રેટ 1 ટકાથી જ્યારે પોઝિટિવિટી રેટ રહશે અથવા 1 અઠવાડિયા અંદર 3500 નવા સંક્રમણ કેસ આવી જાય અથવા પછી એક અઠવડિયામાં 700 ઓક્સિજન બેડ્સ પર દર્દીઓ દાખલ થઈ જાય.


આ પણ વાંચો:- CM જગન મોહનના નજીકના સાંસદ પર IT નો સકંજો, ઝડપાઈ રૂપિયા 300 કરોડની ટેક્સ ચોરી


લેવલ-3 (ઓરેન્જ) - આ ત્યારે લાગુ થશે જ્યારે સતત બે દિવસ સુધી 2 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ થઈ જાય અથવા 1 અઠવાડિયાની અંદર 9000 સંક્રમણના કેસ આવે અથવા જો અઠવાડિયામાં 1000 ઓક્સિજન બેડ્સ પર દર્દીઓ દાખલ થાય.


લેવલ-4 (લાલ) - જ્યારે લાગુ પડે ત્યારે સતત બે દિવસ સુધી 5 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ આવે છે અથવા એક અઠવાડિયામાં 16,000 થી વધારે નવા સંક્રમણના કેસ આવે છે અથવા જો 3000 ઓક્સિજન બેડ્સ પર દર્દીઓ દાખલ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube