Gram Flour Test: ચણામાંથી ચણાનો લોટ એટલે કે બેસન તૈયાર થાય છે જેમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે જેમ કે ભાત ભાતના ભજીયા. ખાસ કરીને ચોમાસામાં ભજીયા  ખાવાની અલગ જ મજા હોય છે. જો કે દરેક ઋતુમાં ભજીયા તો બધાને ભાવતા હોય છે અને બનતા પણ હોય છે. પણ જો તમને ખબર પડે કે ભજીયા જેનાથી બનતા હોય છે તે ચણાનો લોટ ભેળસેળિયો કે નકલી છે તો શું કરો. આજકાલ બજારમાં ભેળસેળ ચરમસીમાએ છે અને બેસન પણ તેમાંથી બાકાત નથી. અમે તમને એક સરળ ટ્રિક બતાવીશું જેનાથી તમે અસલી અને નકલી બેસનની ઓળખ સરળતાથી કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસનમાં કેમ થાય છે ભેળસેળ
કોઈ પણ ખાવા પીવાની ચીજમાં ભેળસેળનો અસલ હેતુ વધુમાં વધુ નફો કમાવવાનો હોય છે પરંતુ આવા નફાખોર વેપારીઓ એવું નથી વિચારતા કે આ રીતે ભેળસેળ કરવાથી તેની ગ્રાહકો પર કેવી અસર પડે છે. કેટલાક લોકો તેમાં મકાઈનો લોટ તો કેટલાક લોકો ઘઉનો લોટ ભેળવી દેતા હોય છે. 


આ રીતે કરો ઓળખ


1. હાઈડ્રોક્લોરિક એસિડ ટેસ્ટ
નરી આંખે કદાચ તમારા માટે બેસન કે ચણાના લોટમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવું મુશ્કેલ બનતું હોય પરંતુ આજકાલ પેકેટ અને ખુલ્લા બેસન એમ બંનેમાં ખુબ ભેળસેળ થતી જોવા મળે છે. જેની ઓળખ કરવા માટે હાઈડ્રોક્લોરિક એસિડનો ટેસ્ટ કરવામાં આવે છે. તમે એક વાટકીમાં 2થી 3 ચમચી બેસન લઈ લો અને પાણી  ભેળવીને પેસ્ટ તૈયાર કરો. તેમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ નાખો અને થોડીવાર રાહ જુઓ. જો બેસનનો કલર લાલ થઈ જાય તો સમજી જવું કે આ ભેળસેળનું પરિણામ છે. 


સાપ્તાહિક રાશિફળ: મિથુન સહિત આ 4 રાશિના જાતકો માટે આ સપ્તાહ છે ખુબ જ ભાગ્યશાળી


જોશીમઠની જેમ આ વિસ્તારોમાં પણ થઈ શકે છે ભૂસ્ખલન, ISRO એ બહાર પાડી યાદી


અહીં 10 છોકરાઓ સાથે સેક્સ કરવાની કિશોરીઓને છૂટ! રૂમની બહાર મદદ માટે બેસી રહે છે પિતા


2. લીંબુની મદદ  લો
લીંબુ તો લગભગ બધાના ઘરમાં હોય છે. તેની મદદથી પણ તમે નકલી કે અસલી બેસનની ઓળખ કરી શકશો. આ માટે બસ એક નાનકડો પ્રયોગ કરો. એક વાસણમાં 3 ચમચી બેસન લો અને તેમાં એટલો જ લીંબુનો રસ ભેળવો. હવે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ પણ ભેળવો. લગભગ 5 મિનિટ રહેવા દો અને પછી જુઓ કે જો બેસનનો રંગ ભૂરો કે લાલ થઈ જાય તો સમજી જાઓ કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube