નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની ટીમ પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કરી દીધો છે અને પછી આ આતંકીઓ ફરાર થવામાં સફળ સાબિત થયા છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે જેને સારવાર માટે પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જવાનની હાલત ગંભીર થવાના પગલે એને સેનાની બેઝ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આ્વ્યો છે અને અહીં એની હાલત સ્થિર છે. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસે ગ્રેનેડથી હુમલો કરનાર આતંકીઓને સર્ચ કરવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધુરી શક્કરટેટીએ ખેડૂતોનું જીવન કરી નાખ્યું છે કડવું ઝેર કારણ કે...


સીઆરપીએફના ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે પુલવામાના તહાવ ચોક પર કાનુન અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સીઆરપીએફની 182 બટાલિયનની એક ટીમને તહેનાત કરવામાં આવી છે. સાંજે લગભગ સાડાચાર વાગ્યે કેટલાક અજ્ઞાત આતંકી પહોંચ્યાચ અને ગ્રેનેડ ફેંકીને જવાનને ઘાયલ કરી દીધો હતો. સીઆરપીએફના આ જવાન ડાબો હિસ્સો ગંભીર રીતે ઝખ્મી થયો છે. 


સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આ હુમલાને અંજામ આપ્યા પછી આતંકી ફરાર થવામાં સફળ સાબિત થયા હતા. આ હુમલાની જાણકારી થતા જ સીઆરપીએપ અને સ્થાનિક પોલીસની જોઇન્ટ ટીમ બનાવવામાં આવી છે. આ ઘટના પછી સુરક્ષાદળે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે જેથી આતંકી વિસ્તારમાંથી બહા ન નીકળી શકે.