શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ હૂમલા સત તવધી રહ્યા છે. શ્રીનગરમાં શનિવારે સીઆરપીએફનાં વાહન પર ગ્રેનેડ વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જવાનો ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થઇ ગયો હતો. આ હૂમલો શ્રીનગરનાં ફતહ કદાલ વિસ્તારમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ સીઆરપીએફની 82 બટાલિયનને ગ્રેનેડથી નિશાન બનાવી હતી. જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતી ખતરાથી બહાર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં શાંતિ માટે એક તરફ સુરક્ષાદળો સીઝફાયરની જાહેરાત કરી રહ્યા છે તો બીજી તરફ આતંકવાદીઓ સતત ખીણમાં હૂમલો કરીને અશાંતી ફેલાવી રહ્યા છે. શુક્રવારે કાશ્મીરમાં અલગ અલગ વિસ્તારમાં 5 ગ્રેનેડ હૂમલા કરવામાં આવ્યા. આ પાંચેય હૂમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વિકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હૂમલાઓમાં જવાનો અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. જંગ એ બદરનો દિવસ રમઝાનમાં 17મો દિવસ હોય છે. આ ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે. 

સીઆરપીએફનાં વાહન પર ગ્રેનેડ હૂમલો શ્રીનગરનાં ફતહકદલ વિસ્તારમાં થયો હતો જ્યાં શુક્રવારે સુરક્ષાદળોનાં વાહન પર એક યુવક આવી ગયો હતો જેનું શનિવારે સવારે મોત નિપજ્યું હતું. મૃતકનાં જનાજા દરમિયાન પણ કેટલાક સ્થળો પર હિંસક ઘર્ષણ થયું હોવાનાં સમાચાર છે. હાલ પરિસ્થિતી તણાવગ્રસ્ત છે. સુરક્ષાને ધ્યાને રાખીને શ્રીનગર અને ઘટના સ્થળની આસપાસનાં વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. 

ઘટના બાદ સીઆરપીએફે કહ્યું કે, અમારી ગાડીએ ખોટો વળાંક લઇ લીધો હતો અને ત્યાર બાદ ઉગ્ર થયેલા યુવાનોનાં ટોળાએ એક વરિષ્ઠ અધિકારીને લઇ જઇ રહેલા સીઆરપીએફનાં વાહનને ઘેરી લીધું હતું. તે અમારી ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યુવકને કચડવાનાં આરોપમાં જમ્મુ કાશ્મીર પોલીસે સીઆરપીએફનાં યૂનિટ પર 2 ફરિયાદ દાખલ કરી છે અને આ મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે.