કાશ્મીરઃ ગાંદરબળમાં સુરક્ષાકર્મિઓ પર ફેંક્યુ ગ્રેનેડ, ધડાકામાં 15 લોકોને ઈજા
જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલા થવાનું ચાલું જ છે. ગાંદરબળના માનસબળ વિસ્તારમાં રવિવારે સુરક્ષાકર્મિઓને નિશાન બનાવતા ગ્રેનેડ ફેંકવામાં આવ્યું.
ગ્રેનેડ હુમલામાં 15 લોકોને ઈજા થયાના સમાચાર છે. શરૂઆત જાણકારી પ્રમાણે ગ્રેનેડ સુરક્ષાકર્મિઓ પર ફેંકવામાં આવ્યું, પરંતુ તેની ઝપેટલમાં સ્થાનિક લોકો આવી ગયા. આ હુમલામાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.
ગ્રેનેડ હુમલો તે સમયે કરવામાં આવ્યો જ્યારે આજે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સીઝફાયર હટાવી લીધું છે. સમજાન શરૂ થવા પર ગૃહ મંત્રાલયે લોકોની વ્યવસ્થા માટે સીઝફાયરનું એલાન કર્યું હતું. પરંતુ આ દરમિયાન કાશ્મીરમાં સુરક્ષાદળો પર ઘણા હુમલા થયા.
14 જૂને જ શ્રીનગરમાં રાઇઝિંગ કાશ્મીરના એડિટર શુજાત બુખારીની આતંકીઓએ હત્યા કરી દીધી હતી. ગુરૂવારે આતંકીઓએ ઈદની રજા પર જઈ રહેલા સેનાના જવાન ઔરંગજેબનું અપહરણ કરી લીધું હતું. થોડા કલાકો બાદ જવાનનો ગોલીઓથી વિંધેલો મૃતદેહ કબજે કરવામાં આવ્યો હતો.
આ બે ઘટનાઓ બાદ આશા કરવામાં આવી રહી હતી કે ઈદ બાજ આતંકીઓ વિરુદ્ધ કાશ્મીરમાં જારી સીઝફાયર હટાવી લેવામાં આવશે. આજે કેન્દ્ર સરકારે સીઝફાયર હટાવવાનું એલાનની સાથે આતંકવાદીઓના ખાતમાની મંજૂરી પણ આપી દીધી છે.