અમદાવાદ : માળીયા હાટીનાની ધણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. આ કૌભાંડમાં માળીયાનાં તાલુક ભાજપ પ્રમુખ અને યુવા મોરચા ઉપપ્રમુખનું નામ ખુલતા બંન્નેને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મગફળી કૌભાંડને કોંગ્રેસ ભાજપ સામે રાષ્ટ્રીય મુદ્દો બનાવવા જઇ રહ્યું છે. વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી તે માટે દિલ્હી પહોંચી ચુક્યા છે. તેમની સાથે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ હાલ બેકફુટ પર છે ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વિપક્ષાં નેતા પરેશ ધાનાણી ઉપવાસનું નાટક કરી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પરેશ ઘાનાણી દિલ્હીમાં મગફળી કાંડને રાષ્ટ્રીય મુદ્દો બનાવવા માંગે છે. તે બાબતને ધ્યાને રાખીને એક પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસ પર વળતો હૂમલો કર્યો હતો. 

વાઘાણીએ સવાલ કરતા કહ્યું કે, વાઘજી બેડાએ રાજીનામુ શા માટે આપવું પડ્યું ? કોંગ્રેસમાં સમયમાં કેટલા ભ્રષ્ટાચાર થયા ? કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે. સાથે જ કોંગ્રેસ ગુનાહિત પ્રવૃતી કરનારને છાવરે છે તેવો આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસ હજુ કેટલાને બચાવવા માંગે છે તેવો આરોપ મુક્યો હતો. 


મગફળીમાં ઢેભા ભેળવવાનું કૌભાંડમાં વિશાળ નામના વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી હતી. મગફળીમાં ઘુળ ભેળવવાનાં વિશાલની વરવી ભુમિકા હતી. વિશાળે પોલીસ સમક્ષ કબુલાત કરી લીધી હતી. જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરવામાં આવતી હોવાની કેફિયયત આપી હતી. ભેળસેળમાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે વિશાલની વિશેષ પુછપરછ ચાલુ કરી હતી. 

 6700 ગુણ મગફળી કેશોદની ક્રાંતિ ઓઇલ મિલમાં વેચી દેવાયાનો પોલીસ તપાસનો ધડાકો થયો હતો. રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવાડીયાએ વેચેલી મગફળીના પૈસા કોને મળ્યા તે અંગે પોલીસને મચક આપી નહોતી, પરંતુ બુધવારે પોલીસે મિલમાલિક રાજેશ વડોલિયાની ધરપકડ કરી લીધી હતી. મગફળી કોણ વેચવામાં આવ્યું. કેટલો ભાવ નક્કી થયો હતો, મગફળીની રકમ કેવી રીતે અને કેમ ચુકવાઇ વગેરે મુદ્દે હાલ ઝાલાવાડીયાની પુછપરછ ચાલી રહી છે.