નવી દિલ્હી : તેલની ઉંચી કિંમતો વચ્ચે બિહારના ઉપમુખ્યમંત્રી અને જીએસટી પર મંત્રી સમૂહના ચેરપર્સન સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, પેટ્રો ઉત્પાદન પર જીએસટીનાં દરો નિશ્ચિત કરવામાં આવી ચુકી છે. બસ, તારીખોની જાહેરાક બાકી છે જ્યારે તે લાગુ થશે. તેમણે કહ્યું કે, જીએસટી કાઉન્સિલની બેઠક 28 સપ્ટેમ્બરે તસે પરંતુ તેમાં પેટ્રોલને જીએસટી વર્તુળમાં લાવવા અંગે કોઇ ચર્ચા નહી થાય. આ સરકારે નક્કી કરવાનું છે કે, તેઓ ક્યારથી પેટ્રોલ - ડીઝલ પર જીએસટી દરે લાગુ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ- ડીઝલ સસ્તા થવાની વાત માત્ર એક ભ્રમ
એક અગ્રણી અંગ્રેજી અખબારનાં સમાચાર અનુસાર મોદીએ કહ્યું કે, રાજ્યો અને કેન્દ્ર સરકારનું ફોકસ હાલ ટેક્સની આવક વધારવા પર જ છે. પેટ્રોલ- ડીઝલ પર જીએસટી લાગુ કરવાની તારીખ ત્યાર બાદ નિશ્ચિત થશે. મોદીએ કહ્યું કે, લોકોને તે ભ્રમ છે કે જીએસટી વર્તુળમાં આવવાથી પેટ્રોલ- ડીઝલ સસ્તું થશે. એવું કંઇ પણ ન થવા જઇ રહ્યું, કારણ કે તેના માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર શું કર લગાવશે. આ નિશ્ચિત નથી. હાલની કર વ્યવસ્થામાં જીએસટીની સાથે અન્ય કર લગાવવાનું પ્રાવધાન છે. એવું વૈશ્વિક સ્તર પર થઇ રહ્યું છે. તમામ દેશ જીએસટીની સાથે વધારાનો કર લગાવી રહ્યો છે. હાલ રાજ્ય અને કેન્દ્ર મળીને પેટ્રોલ - ડીઝલ પર 50 ટકા ટેક્સ લગાવે છે. 

નાના વેપારીઓ માટે અલગથી સોફ્ટવેર આવશે
મોદીએ મંત્રી સમુહની 10માની બેઠક બાદ જણાવ્યું કે, 18 કંપનીઓને નાના વેપારીઓ માટે એકીકૃત એકાઉન્ટીંગ સોફ્ટવેરના વિકાસ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેર દ્વારા નાના વેપારીઓ જીએસટી રિટર્ન સરળતાથી ભરી શકશે. કાઉન્સિલે ઇ કોમર્સ કંપનીઓને હવે જીએસટી હેઠલ પુરવઠ્ઠાને કરવામાં આવેલ ચુકવણી પર એક ટકા ટીસીએલ લેવાની જરૂર થશે. રાજ્ય પણ સ્ટેટ જીએસટી કાયદા હેઠળ એક ટકા ટીસીએસ લગાવી શકે છે.