UP માં ઓવૈસીને ઝટકો; ચૂંટણીમાં પાર્ટીની લાજ બચાવનાર ઉમેદવારે સાથ છોડ્યો; આ પાર્ટીમાં કરી ઘર વાપસી
ગુડ્ડુ જમાલી ચોથા ક્રમે છે અને તેમને 36419 મત મળ્યા છે. આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અખિલેશ જીત્યા હતા, જ્યારે બહુજન સમાજ પાર્ટી બીજા ક્રમે અને ભાજપને ત્રીજા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો હતો.
નવી દિલ્હી: યૂપીમાં વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે અને પરિણામ પણ આવી ચૂક્યા છે, તેમ છતાં રાજકીય પાર્ટીઓમાં ઉતાર ચઢાવ હજુ પણ જોવા મળી રહ્યો છે. આજે યૂપીમાં AIMIM ને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને એક માત્ર ઉમેદવાર શાહ આલમ (ગુડ્ડૂ જમાલી) જેમના જામીન બાકી હતા, તેમણે અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ છોડી દીધો છે. ગુડ્ડુ જમાલી ફરીથી બહુજન સમાજ પાર્ટી (BSP)માં જોડાયા છે.
તમને જણાવી દઈએ કે આઝમગઢની મુબારકપુર સીટ પરથી શાહઆલમ (ગુડ્ડુ જમાલી) એકમાત્ર એવા ઉમેદવાર હતા જેમણે પાર્ટીની લાજ બચાવી હતી. અસદુદ્દીન ઓવૈસીએ યુપીની 403 વિધાનસભા બેઠકો પર 100 થી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, માત્ર ગુડ્ડુ જમાલી જ તેમની ડિપોઝીટ બચાવી શક્યા હતા.
ગુડ્ડુ જમાલી ચોથા ક્રમે છે અને તેમને 36419 મત મળ્યા છે. આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અખિલેશ જીત્યા હતા, જ્યારે બહુજન સમાજ પાર્ટી બીજા ક્રમે અને ભાજપને ત્રીજા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો હતો. જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીએ આઝમગઢની તમામ 10 સીટો પર કબજો કરી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube