Gudi Padwa 2022: કેમ ઉજવવામાં આવે છે ગુડી પડવો? શું છે તેનું ધાર્મિક મહત્ત્વ
નવી દિલ્લીઃ આજે તહેવારોનું ત્રિવેણી સંગમ સર્જાયું છે. એક તરફ આજથી ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ મરાઠી સમાજનું આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેને ગુડી પડવાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં આ ઉપરાંત આજે સિંધી સમાજનો મહત્ત્વનો પર્વ છે. આજે ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુડી પાડવાના પર્વની કેમ ઉજવણી કરવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તેના વિશે પણ જાણીએ...ગુડી પડવાનું પર્વ, આ મુખ્ય રૂપે મહારાષ્ટ્રમાં ઉજવાય છે. તેને સંવત્સર પડવો પણ કહેવાય છે. ગુડ પડવો મુખ્ય રૂપથી મરાઠી સમુહમાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ પર્વને ભારતના જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે.
આ દિવસે ઘરને સ્વસ્તિકથી સજાવવામાં આવે છે. જે હિન્દુ ધર્મમાં સૌથી શક્તિશાળી પ્રતિકોમાંથી એક છે. આ સ્વસ્તિક હળદર અને સિંદૂરથી બનાવાય છે. આ દિવસે મહિલાઓ પ્રવેશ દ્વારને અનેક અન્ય રીતે સજાવે છે અને રંગોળી બનાવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં રંગોળી નકારાત્મકતાને દૂર કરે છે. ગુડી પડવો વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે ચિહ્નિત થયેલ છે. ઘણી જગ્યાએ તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે.
એક પૌરાણિક કથાનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માંડના સર્જક બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી. એક માન્યતા અનુસાર સતયુગની શરૂઆત પણ આ દિવસથી જ થઈ હતી. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ દિવસ, સપ્તાહ, મહિનાઓ અને વર્ષોનો પરિચય કરાવ્યો હતો. ઉગાદિને સૃષ્ટિની રચનાનો પ્રથમ દિવસ માનવામાં આવે છે અને આ કારણથી ગુડી પડવા પર ભગવાન બ્રહ્માની પૂજા કરવાનો નિયમ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી રામ વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા. તેથી તે વિજય ઉત્સવનું પ્રતીક પણ છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં તેને ઉજવવાનું કારણ યુદ્ધમાં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જીત છે. એવું માનવામાં આવે છે કે યુદ્ધમાં તેમની જીત પછી, ગુડી પડવાના તહેવારની ઉજવણી થવા લાગી. ગુડી પડવાને રવિ પાકની લણણીનું પ્રતીક પણ માનવામાં આવે છે.
ગુડી પડવા નામ બે શબ્દો પરથી બન્યુ છે - 'ગુડી', જેનો અર્થ થાય છે ભગવાન બ્રહ્માનું ધ્વજ કે પ્રતીક અને 'પડવો' જેનો અર્થ થાય છે ચંદ્રમાના ચરણનો પહેલો દિવસ. આ તહેવાર પછી રવિ પાકની લણણી કરવામાં આવે છે કારણ કે તે વસંતઋતુના આગમનને પણ દર્શાવે છે. ગુડી પડવામાં, 'ગુડી' શબ્દનો અર્થ 'વિજય ધ્વજ' પણ થાય છે અને પાડવો એટલે પ્રતિપદાની તિથિ માનવ આમાં આવે છે.