Gudi Padwa 2023: આજથી હિન્દુ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ગુડી પડવો એ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. ગુડી પડવાને સંવત્સર પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના લોકો તેને ઉગાદી પર્વ પણ કહે છે. તે હિન્દુ નવ વર્ષની શરૂઆતનું પ્રતીક છે અને ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે આવે છે, જે સામાન્ય રીતે માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં આવે છે. ગુડી પડવાને પ્રોપર્ટી અથવા નવું ઘર ખરીદવા માટે ખુબ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ ગુડી પડવાના મહત્વ અને પૂજાવિધિ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુડી એટલે પતાકા
જણાવી દઈએ કે ગુડીનો અર્થ વિજય ધ્વજ થાય છે. આ દિવસે, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી વખતે ઘરોમાં વિજય પતાકા લહેરાવવામાં આવે છે. મહારાષ્ટ્ર સહિત કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુડી પડવા, મરાઠી નવું વર્ષ, લોકો માટે નવી શરૂઆત અને આશાની ભાવના લાવે છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજ્યમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, ગુડી પડવા આગામી પાક વર્ષની શરૂઆતનું પ્રતીક છે. ગુડી પડવો ચૈત્રના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે.


ગુડી પડવા તારીખ-22 માર્ચ
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ : 21 માર્ચ 2023- મંગળવાર, રાત્રે 10:52 મિનિટથી
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સમાપ્ત: 22 માર્ચ 2023- બુધવાર, રાત્રે 08:20 કલાકે
ઉદયતિથિ અનુસાર, ગુડી પડવો 22 માર્ચ, 2023ના રોજ છે.


આ પણ વાંચો
ટ્રેનમાં બરાબર મુસાફરી ટાણે જ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું? ફટાફટ કરજો આ એક કામ
અ'વાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા: ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા
Delhi NCR Earthquake: ગુજરાત સહિત સમગ્ર ભારત ભૂકંપ આંચકા, ભૂકંપની તીવ્રતા 6.6


ગુડી પડવાનું શુભ મુહૂર્ત 
સવાર-06:29 મિનિટથી સાંજે 07:39 મિનિટ સુધી


ગુડી પડવાનું મહત્વ
હિન્દુ ધર્મમાં ગુડી પડવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગુડી લહેરાવવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.આ દિવસ વસંતઋતુની શરૂઆત પણ કરે છે અને તેને ફસલના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ દિવસે સોનું અથવા નવી કાર ખરીદવી ખુબ શુભ માનવામાં આવે છે. આ તહેવાર અન્ય ઘણા રાજ્યોમાં સંવત્સર પડવો, ઉગાડી, ચેટી, નવરેહ, સાજીબુ નોંગમા પાનબા ચીરોબા વગેરે નામોથી ઓળખાય છે.


ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન બ્રહ્માની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે. તેની પૂજા કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે.


ગુડી પડવો કેવી રીતે ઉજવવામાં આવે છે?
ગુડી પડવાના દિવસે અનેક કાર્યો કરવામાં આવે છે. આ દિવસે ઘરની સામે ઝંડો અથવા ગુડી લહેરાવવામાં આવે છે અને દરવાજા પર રંગબેરંગી રંગોળીઓ દોરવામાં આવે છે. ધ્વજને પીળા રેશમી આભૂષણો, ફૂલો અને આંબાના ઝાડના પાંદડાઓથી શણગારવામાં આવે છે. તેના પર સિંદૂર અને હળદરથી બનેલું શુભ સ્વસ્તિક બનાવવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને પાણીની સાથે અન્ય વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. 


દર વર્ષે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે, મહારાષ્ટ્રમાં ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે અને હિંદુ નવું વર્ષ શરૂ થાય છે. જો તમે આ દિવસે તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ આપવા માંગો છો, તો તમે આ સંદેશાઓ મોકલી શકો છો.


ચાલો શાંતિ અને સંપ માટે પ્રાર્થના કરીએ,
આવતા વર્ષ અને આપણા દેશ માટે,
ખુબ ખુબ ગુડી પડવાની શુભેચ્છાઓ.


નૌ દુર્ગા કે આગમન સે સજ્જતા હે નવવર્ષ, 
ગુડી કે ત્યોહાર સે ખીલતા હે નવવર્ષ,
કોયલ ગાતી હે નવવર્ષ કા મલ્હાર,
સઁગીતમય સજતા હે પ્રકૃતિ કા આકાર,
મુબારક હો આપકો હિન્દૂ નવવર્ષ કા ત્યોહાર 


મધુર સંગીત સા આપકા સાલ ખીલે,
હર એક પલ ખુશિયાં હી ખુશિયાં મિલે, 
દિયા બાતી સે સજાઓ ગુડી કા યહ પર્વ,
 એસે હી રોશન રહે આપકા નવ વર્ષ.


(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી/સામગ્રી/ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/ધાર્મિક માન્યતાઓ/શાસ્ત્રોમાંથી માહિતીનું સંકલન કરીને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.)


આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે

રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube