નવી દિલ્હી: કાળઝાળ ગરમીમાં હજુ ઉનાળો વધુ કપરો બની રહેશે. ગરમી વધવાની સાથે દેશમાં હવે વિજળી સંકટનું સૌથી મોટું જોખમ ઉભું થયું છે. તેનું કારણ કોલસાની કમી છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે, એવામાં આ સંકટ તેના પર બ્રેક લગાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં વીજ કટોકટીની સ્થિતિ શું છે? કયા રાજ્યો આ સંકટનો સામનો કરી રહ્યા છે? કયા રાજ્યમાં વીજળી સંકટની સ્થિતિ શું છે? કટોકટીનો સામનો કરવા માટે સરકારોની તૈયારી શું છે? શું આગળ જતાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે? શું રશિયા-યુક્રેન યુદ્ધની પણ આ સંકટ પર કોઈ અસર પડશે? છ મહિનામાં બીજી વખત આવી સ્થિતિ કેમ સર્જાઈ? આવો જાણીએ...


આ વખતે વીજ સંકટની શું છે સ્થિતિ?
છેલ્લા એક અઠવાડિયામાં વીજળીની માંગના મુકાબલે આપૂર્તિમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ઓક્ટોબરમાં આવેલા સંક્ટ કરતા વધારે છે. તે વખતે માંગ અને પુરવઠામાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે સમયે દેશમાં કોલસાની અછતને કારણે આ સંકટ ઊભું થયું હતું. માર્ચમાં માંગ કરતાં પુરવઠો 0.5 ટકા ઓછો હતો.


જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની બહાર લગાવવામાં આવેલા 'ભગવા JNU' ઝંડા, વિવાદ વધ્યા બાદ હટાવ્યા, હિન્દુ સેનાએ કર્યો મોટો દાવો


કયા રાજ્યોને આ સંકટનો સામનો કરી પડી શકે છે?
આ સંકટની અસર આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં સંકટ જોવા મળી રહ્યું છે. આંધ્ર પ્રદેશમાં ઓટોમોબાઈલથી લઈને દવા કંપનીઓના પ્લાન્ટ છે, જ્યાં વીજળીની માંગના મુકાબલે પુરવઠામાં 8.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના કારણે વિજ કાપ વધ્યો છે. પાવર પ્લાન્ટની પાસે હવે માત્ર 9 દિવસ ચાલે તેટલો જ કોલસાનો સ્ટોક બચ્યો છે. જ્યારે ગાઈડલાઈનના મતે આ સ્ટોક 24 દિવસનો હોવો જોઈએ.


કયા રાજ્યોમાં વિજ સંકટની શું સ્થિતિ છે?
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વિજળી સંકટ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં 21થી 22 હજાર મેગાવોટ વિજળીની માંગ છે, જ્યારે, માત્ર 19 થી 20 હજાર મેગાવોટ પાવર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ અણપરામાં છે. અહીં માત્ર ચારથી પાંચ દિવસનો કોલસો બચ્યો છે. રેલ રેકમાંથી કોલસાનો પુરવઠો શરૂ ન થવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.


મોહન ભાગવતે ફરી કહ્યું; 'હું કોઈને નફરત કરતો નથી, પરંતુ હાથમાં લાકડી રાખીશ'


આંધ્ર પ્રદેશના વિજ સંકટના કારણે કંપનીઓના ઉત્પાદન ઉપર પણ મોટી અસર પડવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉત્પાદન કરનાર એક કંપનીએ તો વિજ સંકટના કારણે પોતાનું ઉત્પાદન 50 ટકા સુધી ઓછું કરી નાંખવાની જાહેરાત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં માંગ અને પુરવઠામાં વધતા અંતરના કારણે વિજળી કાપ શરૂ કરી દેવામાં આવ્યો છે. બિહાર, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ માંગ અને પુરવઠાની વચ્ચે લગભગ 3 ટકા સુધીનું અંતર થઈ ચૂક્યું છે.


સરકારોની સંકટ સામે સામનો કરવાની શું છે તૈયારી?
દેશના કુલ વિજળી ઉત્પાદનમાં 70થી 75 ટકા ઉત્પાદન કોલસા આધારિત સંયંત્રોથી થાય છે. વિજળી સંયંત્રો સુધી કોલસો પહોંચાડવા માટે ટ્રેનોની કમી પણ આ સંકટમાં વધારો કરી રહ્યું છે. એક અગ્રણી ન્યૂઝ એજન્સીના મતે હાલના સમયે રેલવે દરરોજ આ પ્રકારની 415 ટ્રેનોનું સંચાલ કરી રહ્યું છે જે જરૂરી 453 ટ્રેનોથી 8.4 ટકા ઓછું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એકથી 6 એપ્રિલની વચ્ચે દરરોજ માત્ર 379 ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જે જરૂરિયાતથી 16 ટકા ઓછી હતી.


PM મોદીએ કહ્યું કોરોના હજુ ગયો નથી, જાણો ચોથી લહેર અને નવા વેરિઅન્ટ અંગે નિષ્ણાતોએ આપી શું ચેતવણી


વધતી ગરમીની શું અસર પડશે?
એપ્રિલની શરૂઆતમાં જ ઉત્તર અને મધ્ય ભારતના સૌથી વધુ ભાગોમાં ગરમી પોતાનો પ્રકોપ દેખાડવાનું સરૂ કરી દીધું છે. આ રાજ્યોમાં પારો સામાન્યથી વધુ થઈ ચૂક્યો છે. વધતી ગરમીના કારણે વિજળીની માંગ પણ વધી છે.  એક અનુમાન પ્રમાણે માર્ચ 2023 સુધી વિજળીની માંગમાં 15.2 ટકા સુધીનો વધારો નોંધાઈ શકે છે. તેણે પુરો કરવા માટે કોલસાથી ચાલનાર સંયંત્રોના ઉત્પાદનમાં 17.6 ટકા સુધીનો વધારો કરવો પડશે.


શું હજુ સ્થિતિ વધુ બગડી શકે છે?
વીજળીની વધતી માંગના કારણે દેશમાં બિન-ઇલેક્ટ્રીક ક્ષેત્રમાં કોલસાનો પુરવઠો આપવાનો ઓછો કરી દેવામાં આવ્યો છે. દેશમાં થનાર કુલ કોલસા ઉત્પાદનમાં 80 ટકા કોલ ઈન્ડિયા કરે છે. રેકોર્ડ ઉત્પાદન પછી પણ માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઓછું કરી શકાયું નથી. તેને જોતા કોલ ઈન્ડિયા એ આ નાણાંકીય વર્ષમાં પુરવઠાને 4.6 ટકાથી વધારીને 565 મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વધતી માંગને જોતા વિજ મંત્રાલયે કોલસાની આયાત વધારીને 36 મિલિયન ટન કરવા માટે કહેવામાં આવ્યું છે. જે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ છે.


જાણો કેમ આજે મનાવવામાં આવે છે ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર ગુડ ફ્રાઈડે? શું છે તેનો ઈતિહાસ..!


રશિયા-યુક્રેન યુદ્ધની પણ કોઈ અસર આ સંકટ પર પડશે?
જોકે, આ પગલું દેવાથી ડૂબેલા વીજ વિતરકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. કોઈપણ રીતે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં વધારો થયો છે. કોલસાના ભાવમાં વધારો થવાને કારણે આયાતમાં તેજીની સંભાવનાઓ પણ ઓછી છે.


છ મહિના પહેલા પણ આવી કટોકટી સર્જાઈ હોવાની ચર્ચા હતી તે શું હતું?
કોરોનાની બીજી લહેર પછી પણ દેશના ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં વિજળીની માંગ વધી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ. જ્યારે દેશમાં કીંમતો ખુબ જ ઓછી હતી. આ અંતરના કારણે આયાતમાં મુશ્કેલીઓ વધી. તે વખતે કોલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કીંમતો વધવાના કારણે અમે ઘરેલૂ કોલસા ઉત્પાદન પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. ડિમાન્ડ અને સપ્લાયમાં આવેલા અંતરના કારણે આ સ્થિતિ પૈદા થઈ છે. જોકે, સદીઓની શરૂઆતની સાથે સ્થિતિ બગડશે નહીં. તે સંકટના સમયે વિજળીની માંગ અને પુરવઠામાં એક ટકાનું અંતર હતું. જ્યારે છેલ્લા સાત દિવસમાં આ અંતર 1.4 ટકા થઈ ગયું છે. આ વખતે ગરમીઓની શરૂઆતમાં આવી સ્થિતિ ઉભી થઈ છે. આગળ જતા વિજળીની માંગ વધુ વધશે. રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધના કારણે સ્થિતિ વધુ બગડી રહી છે. આજ કારણે સંકટ વધુ ધેરું બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.


મહારાષ્ટ્રના એક શહેરમાં 1 રૂપિયામાં વેચાયું પેટ્રોલ, લોકો ખરીદવા માટે લાંબી લાઈનો લગાવીને ઉમટી પડ્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube